કેન્સરના દર્દીઓ કોરોના વેક્સિન લઈ શકે છે? જાણો ડોક્ટરો શું કહે છે

વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી છે અને તે પહેલાં, કેન્સર નિષ્ણાતોએ કહ્યું છે કે, કેન્સરના દર્દીઓ કોવિડ-19 વેક્સિન પણ લઈ શકે છે, પરંતુ ડોકટરોની દેખરેખ હેઠળ. તેમણે કહ્યું કે, વેક્સિનની ટ્રાયલમાં કેન્સરના કેટલાક દર્દીઓ પણ શામેલ હતા. ઘણી સ્ટડીઝ મુજબ આ વેક્સિન કેન્સરના દર્દીઓ માટે સલામત છે.

આવા સમયમાં જ્યારે ભારત સહિત ઘણા દેશોએ કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું છે, ત્યારે કેન્સરના દર્દીઓ એ સાંભળવાની રાહ જોઈ રહ્યા છે કે શું તેઓને પણ વેક્સિન આપી શકે છે? ડોક્ટરોએ કહ્યું કે, આ સંકલિત વૈશ્વિક રસીકરણ કાર્યક્રમની સલામત અને અસરકારક વેક્સિનથી જ થઈ શકે છે.

વિશ્વભરમાં વિકસીત કરવામાં આવી રહેલી 200થી વધુ રસીમાંથી ત્રણ ભારતમાં સ્વદેશી ઉત્પાદિત થઈ રહી છે. આ બધી વેક્સિનનો ઉદ્દેશ્ય SARS-CoV-2 સંક્રમણની વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરવાના છે.

કોરોના વેક્સિનની અસરકારકતા પણ જીવલેણ બીમારી (ટ્યુમર પ્રકાર, રોગ થ્રેશોલ્ડ, આંતરિક અથવા તબીબી પ્રેરિત ઈમ્યુન સપ્રેશન)માં પણ દર્દીઓમાં બદલાઈ શકે છે.

ડોકટરોના મતે રસીકરણનો ફાયદો એ છે કે તે જોખમોને દૂર કરી શકે છે.

કિમ્સ હોસ્પિટલના સલાહકાર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન અજય ચાણક્ય વલ્લભનેનીએ જણાવ્યું હતું કે, “કેન્સરના દર્દીઓમાં વેક્સિનની અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિ હજી અજ્ઞાત અને અસ્પષ્ટ છે, તેથી રસીકરણ બાદ આવા દર્દીઓની દેખરેખ રાખવાનું સૂચન આપવામાં આવે છે.”

નિષ્ણાતો જણાવે છે કે, માનવ શરીરમાં વધતા કેન્સરના કોષો રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને દર્દીમાં કોરોના જેવા ચેપનું જોખમ વધારે છે.

ડોકટરોનું માનવુ છે કે, રસીકરણનો સમય વ્યક્તિગત તબીબી દૃશ્યો પર આધારિત છે અને આદર્શ રૂપથી સિસ્ટેમેટિક થેરેપી શરૂ થાય તે પહેલાં કરી શકાય છે. પરંતુ જો દર્દીની સિસ્ટેમેટિક થેરેપી પહેલાથી જ શરૂ થઈ ગઈ હોય, તો તે સમય દરમિયાન પણ વેક્સિન આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap