કેઈર્ન એનર્જી નામની કંપનીએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સરકારની સાથે ટેક્સ વિવાદનો કેસ જીતી લીધો છે. ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલના નિર્ણય આપ્યો છે કે, ભારત સરકારના કંપની પર 120 કરોડ ડોલરના ટેક્સનો દાવો યોગ્ય નથી.
આ કેસમાં જોડાયાલે લોકોએ નામ ન જાહેર કરવાની શર્ત પર આ વાત એક રિપોર્ટમાં જણાવી હતી. ટ્રિબ્યૂનલે ભારત સરકારને કહ્યું કે, તે વ્યાજ સહિત બધા ફન્ડ સ્કોટિશ ઓઈલ એક્સપ્લોરેશનનું કામ કરતી કંપની કેઈર્ન એનર્જી પરત કરવામાં આવે. હવે ભારત સરકાર ઈચ્છે છે કે,તે આ મામલે અપીલ કરી શકે છે.
ભારત સરકારને બીજો ઝટકો
કેઈર્ન એનર્જીની જીતથી ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ બીજી વખથ હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં વોડાફોન ઈન્ડિયાએ વર્ષોથી લંબિત ટેક્સ કેસ જીત્યો હતો. આ કેસમાં ભારત સરકાર દ્વાર 300 કરોડ રૂપિયાના વિવાદસ્પદ ટેક્સની માંગને લઈને કેસ કર્યો હતો. ભારત સરકારે પોતાના વર્ષ 2012ના બજેટમાં ટેક્સ કાયદામાં બેકડેટમાં જઈને બદલાવ કર્યો હતો.તેનાથી કંપની પર ટેક્સની લાઈબિલીટી અચાનક વધી ગઈ હતી અને વોડાફોને ઈન્ટરનેશન કોર્ટ પર જવાનો નિર્ણય કર્યો હતો, જ્યા કંપનીએ આ કેસ જીતી લીધો હતો.
