TikTok પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે આ Appએ ભારતીય કર્મચારીઓની છટણી શરૂ કરી

TikTokની પેરેન્ટ કંપની ByteDanceએ ભારતમાં આ શોર્ટ-વીડિયો પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ સામૂહિક છટણી શરૂ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

કંપનીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારો સતત પ્રયાસ છે કે,અમારી એપ્લિકેશનો સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે.” તેથી તે નિરાશાજનક છે કે સાત મહિનામાં, અમારા પ્રયત્નો છતાં, અમારી એપનો ક્યારે અને કેવી રીતે પુન:સ્થાપિત થઈ શકે છે તે વિશે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી નથી.’

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અફસોસની વાત છે કે ભારતમાં અમારા 2000+ કર્મચારીઓને અડધા વર્ષથી વધુ સમય સુધી ટેકો આપ્યા બાદ અમારી પાસે કર્મચારીઓના કદને મર્યાદિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.”

ByteDanceની ટોપની એપમાં TikTok ઉપરાંત Helo પણ શામેલ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, ByteDance એક મેમોમાં લખ્યું છે, “અમને શરૂઆતમાં આશા હતી કે આ સ્થિતિ થોડા સમય માટે રહેશે… અમને ખબર નથી કે અમે ક્યારે ભારત પાછા આવીશું.”

જણાવી દઈએ કે જૂન મહિનામાં ભારતે ચીન સાથે સંબંધિત 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો જેમાં TikTok અને Heloનો સમાવેશ થાય છે. આ મામલે સરકારે કહ્યું કે આ એપ દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

આઇટી મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, તેને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપના દુરૂપયોગ અંગેના અનેક અહેવાલો સહિત અનેક સ્રોતોની ફરિયાદો મળી હતી, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ “યુઝર્સના ડેટા ચોરી કરીને ભારતની બાહર સ્થિત સર્વેરને મોકલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap