જો તમે આ દિવાળીમાં નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર માત્ર તમારા માટે છે. અહીં આજે અમે તમને કેટલાક પસંદ કરેલા સ્માર્ટ ટીવી વિશે જણાવીશું, જે 15,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. તમને આ તમામ ટીવીમાં લેટેસ્ટ ફિચર્સ મળશે. ચાલો આ સ્માર્ટ ટીવી પર નજર કરીએ…
iFFALCON HD Ready LED Smart TV
iFFALCON HD Ready LEDએ શાનદાર સ્માર્ટ ટીવીમાંનું એક છે. ફ્લિપકાર્ટ પર આ ટીવીની કિંમત 10,499 રૂપિયા છે અને તેમાં 32 ઇંચનું ડિસ્પ્લે છે. અન્ય ફિચર્સની વિશે વાત કરીએ તો આ ટીવીમાં સારા સાઉન્ડ માટે ગૂગલ એસિસ્ટેન્ડ અને ડોલ્બી ઓડિયો છે. સાથે આ સ્માર્ટ ટીવીને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને યુટ્યુબ જેવી ઓટીટી એપ્સનો સપોર્ટ મળ્યો છે.
Motorola HD Ready LED Smart TV
Motorola HD Ready LED Smart TV ફ્લિપકાર્ટ પર 13,499 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. Motorolaના સ્માર્ટ ટીવી, Android 10 પર કામ કરશે. તેમાં 1.5 જીએચઝેડ ક્વાડ કોર પ્રોસેસર, 2 જીબી રેમ અને માલી-જી 5 2 જીપીયુ આપવામાં આવ્યું છે.
OnePlus Y LED Smart TV
OnePlusએ ગયા મહિને ઓક્ટોબરમાં OnePlus Yટીવી સીરિઝ શરૂ કરી હતી. હવે આ સિરીઝનો 32 ઇંચ ડિસ્પ્લે ટીવી ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. 93 ટકા ડીસીઆઈ-પી 3 કલર ગામટ અને ગામા એન્જિન સુવિધાઓ શામેલ છે. બેઝલલેસ ડિઝાઇન સ્માર્ટ ટીવીમાં મળશે. ઉપરાંત ડોલ્બી ઓડિયો, સિનેમેટિક સાઉન્ડસ્ટેજ સપોર્ટ કરવામાં આવશે. ગ્રાહકો પ્લે સ્ટોર દ્વારા તેમની પસંદગીની ઓટીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. આ સિવાય પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, યુટ્યુબ જેવી એપ્સ પૂર્વ ઇન્સ્ટોલ રહેશે અને વનપ્લસ વાય ટીવી સિરીઝમાં બેજલ-લેસ ડિઝાઇન મળશે. આ સાથે, શાનદાર સાઉન્ડ એક્સપીરિયન્સ માટે ડોલ્બી ઓડિઓ સપોર્ટેડ છે.
Mi 4A Horizon Edition
32 ઇંચ ડિસ્પ્લે વાળા Mi 4A Horizon એડિશન ટીવી ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. Mi TV Horizon Editon સ્માર્ટ ટીવીના બંને મોડેલ્સને 20થી વધુ મનોરંજન એપ્લિકેશનોનું સબ્સ્ક્રિપ્શન મળશે. આ સિવાય ટીવીમાં શાનદાર Horizon ડિસ્પ્લે છે. ઉપરાંત, Vivid પિક્ચર એન્જિન અને 20W સ્ટીરિયો સ્પીકર્સ અને Mi Quick Wake સપોર્ટેડ છે.
LG HD Ready LED Smart TV
આ LG સ્માર્ટ ટીવી ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર 14,499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ ટીવીમાં 32 ઇંચનું ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1366 x 768પિક્સેલ્સ છે. ઉપરાંત, આ ટીવીમાં યુટ્યુબ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવી ઓટીટી એપ્લિકેશનોને સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય આ ટીવીને બે દમદાર સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
