અમદાવાદ: કરોડો રૂપિયાના ખર્ચે મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટબુલેટમાં લાંચ લેતાની ઘટના સામે આવી છે. ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન કેસમાં ખેડા ACB પોલીસે ICICI બેંક બ્રાન્ચના ડેપ્યુટી મેનેજરની કરી ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, કાલે રાત્રે પ્રિતેશ પટેલ નામમાં ખેડા ICICI બેંકના ડેપ્યુટી મનેજરની ACB પોલીસે ધરપકડ કરી હતી. તેણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે લાંચ લીધી હતી. આજે આરોપીને નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં 4 દિવસના રિમાન્ડની માંગ ACB પોલીસ કરશે.
આરોપીના કહેવાથી ફરિયાદીના રૂ. 17 લાખનું પેમેન્ટ રોકી દેવાનો ડેપ્યુટી મેનેજર પર આરોપ છે. ફરિયાદીનું 17 લાખનું જમીન સંપાદનનું પેમેન્ટ રોકયું હતું.
અગાઉ આ કેસ માં 26 નવેમ્બર ના રોજ acb ની ટીમે ખેડા જમીન સંપાદન કચેરી માથી 1 કોમ્પ્યુટર ઓપરેટર અને 2 નિવૃત્ત મામલતદારની ધરપકડ કરી હતી.
