બજેટ 2021: જાણો જ્યોતિષીની દ્રષ્ટિએ બજેટની શુભ અસરો

બજેટ સોમવારે સવારે ૧૧ કલાકે ડીઝીટલ ડીકલેર થયું. અંકશાસ્ત્ર મુજબ વારંક ૨ (તા.૦૧/૦૨/૨૦૨૧) જેમાં અંક ૨ ની રીપીટ વધુ થાય છે. અંક ૨ ચંદ્ર માટે ગણાય છે જેનું મુખ્ય કારકત્વ ઝડપતા, પ્રવાહીતા,પ્રગતિ, મહીલા માટે ગણાય છે.

ગઈકાલનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી મહિલા નિર્મલા સીતારામને ગોચર ગ્રહોમાં લાંબાગાળાના ગ્રહો ગુરૂ,શનિ અસ્તની વચ્ચે અને બુધ અસ્ત થવાની પૂર્વે મેષ રાશિમાં મંગળ, મકર રાશિમાં શનિ સ્વગૃહી સાથે મકર રાશિમા ગ્રહોના ઝમાવડા વચ્ચે ૧૧૦ મીનીટ સુધી લાઈવ ડીકલેર કરેલ. ગ્રહોના છુપા સંકેત મુજબ ટૂંકા સમયમાં કોઈ ચમત્કાર કરી શકે તેમ નથી કારણ કે, શનિ દિન પ્રતિદિન મકર રાશિમાં આગળ ભ્રમણ કરશે. તેમ-તેમ શુભ અદભુત પરિવર્તન આવશે.

આ બજેટમાં નાયલોન કાપડ, લોખંડ,સ્ટીલ, સોનુ-ચાંદી, પ્લેટિનમની ચીજ વસ્તુઓ, વીમો, વીજળી, સ્ટીલના વાસણો સસ્તા થવાથી છેડાવાના માનવીને ચોક્કસ લાભ થશે. માટે દેશના અર્થતંત્રમાં GDP દર નિશ્ચિત
રીતે વધશે. ગ્રહોના અગામી ભ્રમણ દરમ્યાન બજેટની શુભ અસર દૂરગામી રીતે સારી અસર આપી શકે.

આ બજેટનું સાર્વત્રિક આવકાર સાંપડયો છે. આર્થિક મંદી અને મહામારીની વચ્ચે ઐતિહાસિક કે સીમાચિહ્ન આ બજેટ ગણાવી શકાય.

જે અગામી સમયમાં ભારત દેશના રહીશો સ્વસ્થ રહે,કરદાતાઓ પસ્ત (નિરાશામા) કારણ કે આવકવેરામાં ન મળી રાહતની રસી !! શેરબજાર માં મસ્ત મતલબ કે શેરબજાર ની જેટ ઝડપ,માર્કેટમાં સુધારોનો ડોઝ,વિકાસનો વેગ, સબકા વિકાસ સબકા સાથ સાચે જ પુરવાર થશે ! આખરે ઇન્ડિયન ઇકોનોમી માટે વિકાસની વેક્સિન પુરવાર થશે. આત્મનિર્ભરનો સંકલ્પ આત્મવિશ્વાસનો સંસાર નિશ્ચિત જોવા મળશે. નવી જનરેશન ને ચોક્કસ ઉન્નતિ દ્ગાર ખુલ્લા જોવા મળશે.

જાણીતા જયોતિષી આશિષ રાવલ
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap