બજેટ 2021: સ્વાસ્થ્ય ખર્ચ પર વધારો, કોરોના વેક્સિનેશન માટે આટલા કરોડ ફાળવ્યાં

નાણાંમંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. ભાષણની શરૂઆતમાં કોરોના વાયરસ સામેની લડતને વિશેષ મહત્વ આપતાં તેમણે કહ્યું કે “ભારત પાસે આજે 2 વેક્સિન છે. 100થી વધુ દેશોની આપણી તરફ નજર રાખી રહ્યાં છે. વધુ 2 વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. અમે વૈજ્ઞાનિકોના આભારી છીએ. આ બાબતો અમને વારંવાર યાદ અપાવે છે કે કોરોના સામે યુદ્ધ 2021માં ચાલુ રહેશે.”

કોરોના વાયરસ વિરૂદ્ધ રસીકરણ માટે સરકાર 35 હજાર કરોડ ખર્ચ કરવામાં આવશે.નાણામંત્રીએ સ્વાસ્થ્ય માટે શું જાહેરાત કરી જાણો.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું કે, “આરોગ્ય અને સુખાકારી એ આ બજેટનો પહેલો ભાગ છે. અમે બચાવ, સારવાર અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આ બજેટ નવી બીમારીઓની સારવાર માટે પણ હશે. આનાથી 70 હજાર ગામોના સુખાકારી કેન્દ્રોને મદદ મળશે.”

•પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજના 64180 કરોડના બજેટથી શરૂ થશે. આવતા 6 વર્ષમાં સરકાર આ રૂપિયા ખર્ચ કરશે.
•ન્યુટ્રિશન 2.0 લોન્ચ કરશે.
•35 હજાર કરોડ કોરોના વેક્સિન માટે ફાળવવામાં આવ્યા છે.
•5 વર્ષમાં સ્વચ્છ ભારત મિશન પર 1.41 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.
•17,000 ગ્રામીણ અને 11,000 શહેરી સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવામાં આવશે.
•602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલો શરૂ કરવામાં આવશે.
•ન્યુમોકોકલ વેક્સિન( pneumococcal vaccine)ને દેશભરમાં રજૂ કરવામાં આવશે. આનાથી દર વર્ષે 50 હજાર બાળકોના જીવ બચાવવામાં આવશે.
•રોગ નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કેન્દ્રને મજબૂત બનાવવામાં આવશે.
•એન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરી શકાય.
•તમામ રાજ્યોનો હેલ્થ ડેટાબેસ બનાવશે.
•17 નવા હેલ્થ ઈમરજન્સી સેન્ટર ખુલશે.

જણાવી દઈએ કે, આરોગ્ય અને કુટુંબિક કલ્યાણ માટે 2021-22માં રૂ. 2,23,846 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અગાઉના બજેટમાં રૂ. 94,452 કરોડની સરખામણીમાં છે. આ વધારો 137% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap