પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની ઘાતકી હત્યા, 3 શખ્સોએ પાઇપ અને છરી વડે કર્યો હુમલો

પાર્થ મજેઠીયા,ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના દાણાપીઠ વિસ્તારમાં ગઈ કાલે યુવક પર છરી અને પાઇપ વડે હુમલા થતા જેનું મોત નિપજતા ઘટના હત્યામાં પરિણમી હતી.

પાલિતાણામાં ગઈ કાલે રાત્રે દુકાન બંધ કરી વેપારી પોતાના ઘર તરફ થઈ રહ્યાં હતાં. ત્યારે ત્રણ શખ્સોએ ઘાતક હથિયારોના ઘા ઝીંકી યુવાન પર જીવણેલ હુમલો કરતાં તેને પ્રથમ પાલીતાણા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું

પાલીતાણા ન.પા.ના ઉપપ્રમુખ ઉસમાનભાઈ સૈયદના પુત્ર અયુબભાઈ સૈયદ તેની મોબાઈલની દુકાન બંધ કરી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે દાણાપીઠ વિસ્તારમાં 3 શખ્સોએ છરી પાઈપ વડે હુમલો કર્યો હતો જેમાં જીવણેલ ઈજાઓ પહોંચતા પ્રથમ તેને પાલિતાણા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતક અયુબ મોબાઈલની દુકાન ચલાવતો હતો જ્યાં એક મહિના પહેલા ઉધારીમાં મોબાઈલ આપવાની ના પાડેલ હોય જે બાબતે ઝઘડો થતા તેની દાઝ રાખીને અમિન ઈબ્રાહીમ દુઘવાળા અને અન્ય બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત અયુબે તેના પિતાને જણાવ્યુ હતું, ગંભીર રીતે ઇજા થયેલ યુવાન અયુબનું સારવાર દરમિયાન મોત થતાં હાલ પોલીસે આ બનાવમાં 302 ની કલમનો ઉમેરો કરી હત્યાનો ગુનો નોંધી આગળની વધું તપાસ હાથ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap