પાર્થ મજેઠીયા,ભાવનગર: જિલ્લાના રુવા વિસ્તારમાં આજે એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી, જીગ્નેશ ડાભી નામના યુવકની રુવા નજીક આવેલા બાલા હનુમાન મંદિર નજીક કોઈ ઈસમોએ ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. લાશને હાલ પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે પરિજનોએ જ્યાં સુધી હત્યારાને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ભાવનગર શહેરના રુવા વિસ્તારમાં રહેતા અને કડીયા કામ કરતા જીગ્નેશ બીજલભાઈ ડાભી નામના યુવકની રુવા બાલા હનુમાન નજીક તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને યુવકને સર.ટી.હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો, આ બનાવમાં હત્યાનું કારણ હજુ બહાર નથી આવ્યું,પરંતુ મૃતકના ભાઈએ દિવાળી સમયે ઘોઘા સર્કલ ખાતે દાળપુરીની દુકાને થયેલી માથાકૂટની દાઝ રાખી અને હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે સમાજના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે મૃતક ના ભાઈએ આ બનાવમાં હત્યારા ની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
બાઈક પર આવેલા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પોલીસે બનવા અંગે વધું તપાસ હાથ ધરી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
