બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન આ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. બ્રિટન પીએમએ ભારતનું આમંત્રણ સ્વીકાર્યું છે અને આ વર્ષે તેઓ આ ખાસ પ્રસંગે ભારત આવી રહ્યા છે.
બ્રિટનના વિદેશમંત્રી આ માહિતી આપી છે. વિદેશમંત્રી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, બોરિસ જોહન્સન પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની મુલાકાતે આવશે. જણાવી દઈએ કે,બોરિસ જોહન્સને પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના 70માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આમંત્રણ આપ્યું હતું.
બોરિસ જોહન્સનના ભારતની મુલાકાત વિશેષ છે કારણ કે, 27 વર્ષ બાદ બ્રિટનના પ્રધાનમંત્રી ભારતના પ્રજાસત્તાક દિન પર મુખ્ય મહેમાન બનશે. આ પહેલા જોન મેજર 1993 માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.
બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક હાલમાં ભારતની મુલાકાતે છે. વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા બાદ તેમણે કહ્યું કે અમે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. તેમણે આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઉદ્ભવતા પડકારોની ચર્ચા કરી હતી.
