ઉત્તર પ્રદેશના ગોંડામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે સાત ફેરા પછી, દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને કોઈને તે વિશે ખબર પણ ન હતી. સવારે તેનો ખુલાસ થયોત્યારે હંગામો થયો હતો.
ખરેખર, આ આખો મામલો ગોંડાના ચાપિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 26 નવેમ્બરની રાત્રે ગોન્ડાના માણકાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાચતા નાચતા જાનૈયાઓ ગામમાં આવ્યા હતા. જાનૈયાઓ દુલ્હા સાથે પહોંચ્યા અને માંગલિક કાર્ય શરૂ થયું. પછી સાત ફેરાની વિધિ પણ પૂર્ણ થઈ ગઇ હતી. હવે પછી શું થવાનું છે તે કોઈને પણ ખબર નહોતી.
જ્યારે તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ અને તમામે આરામ કરવાનું શરૂ કર્યું, ત્યારે કન્યા સવારે તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ. સવારે દુલ્હનના પરિવારજનોને દુલ્હન ન મળવાના સમાચાર મળતા જ બધા ચોંકી ઉઠ્યા હતા. પહેલા તેઓએ કોઈને કહ્યા વગર શોધ શરૂ કરી, નજીકના પડોશીઓને પણ પૂછ્યું પરંતુ તે ક્યાંય મળી શકી નહીં.
ધીરે ધીરે એવા સમાચાર ફેલાયા કે દુલ્હન ફરાર થઈ ગઈ છે. તમામ જગ્યાએ સન્નાટો થઇ ગયો. કોઈને સમજાયું નહીં કે શું કરવું. ત્યારબાદ બંને પક્ષના લોકોએ આગળ શું કરવું તે વિશે વાત કરવાનું શરૂ કર્યું.
ત્યારબાદ ગ્રામજનોના સહયોગથી બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી કે કોઈ કાર્યવાહી કરશે નહીં અને કેસ નોંધવામાં આવશે નહીં. દુલ્હનના પરિવારના સભ્યોએ કંઈપણ કહેવાની ના પાડી છે, તેઓ પણ રડી રહ્યા છે. આ અંગે ચપિયા પોલીસ મથકે જણાવ્યું હતું કે આ મામલે કોઈ માહિતી મળી નથી.
