પાર્થ મજેઠીયા, ભાવનગર: ભાવનગર નજીક રૂવા ગામે રહેતા અને મજુરી કામ કરતો જીગ્નેશભાઈ બીજલભાઈ ડાભી નામનો યુવાન તેના કૌટુંબિક ભાઇ મથુરભાઈ ઉર્ફે મસો રાઘવભાઈ ડાભી સાથે બાઈક પર સુભાષનગરથી રૂવા તરફ આવી રહ્યો હતો.
બાલા હનુમાન પાસે સુભાષનગરમાં રહેતાં પ્રવિણ કનુભાઈ આલગોતર અને તેની સાથે સગીર બાઈક પર નીકળેલ તેથી જીજ્ઞેશે સામુ જોતા પ્રવિણ અને સગીર બંનેએ બાઈક પર આવી આંતરી જીજ્ઞેશને તું કેમ કાતર મારે છે. તેમ કહીને પ્રવિણે બોલાચાલી કરી બંને શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીઘા મથુરભાઈ વચ્ચે છોડાવવા જતાં સગીર છરી લઈને તેની પાછળ દોડતા તે જીવ બચાવવા બાઈક લઈને નાસી ગયેલ, જીગ્નેશભાઈ બીજલભાઈ ડાભી પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મૃતક યુવકના ભાઈ નિલેશ ડાભીએ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રવિણ આલગોતર અને સગીર સામે ફરિયાદ નોંઘાવતા પોલીસે ૩૦૨,૩૨૩,૩૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં બન્ને શખસને ઝડપી લઈ કોવિડ ગાઈડ લાઈન મુજબ ટેસ્ટ કરાવી બી. ડીવીઝન પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
