બોટાદ: સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને APMC કોટન માર્કેટ યાર્ડનું લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યું હતું. આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભ પટેલ, વિભાવરીબેન દવે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય આત્મારામ પરમાર, બોટાદ જિલ્લા ભાજપા પ્રમુખ ભીખુભા વાઘેલાજી, ખ.વે.સંઘનાં પ્રમુખ શામજીભાઇ મિયાણી, બોટાદ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનાં ઇન્ચાર્જ અમોહ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર.પાટીલે પક્ષના તમામ કાર્યકરોના સન્માન ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોનું સન્માન જળવાવું જોઇએ કારણ કે કાર્યકરો જ પક્ષને આગળ લાવે છે. સાથે સાથે સરકારી યોજનાઓને પ્રજાલક્ષી કરવાની માહિતી આપવા ઉપર અને પ્રસાર પ્રસાર ઉપર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ થી ગુજરાતના ખેડૂતોને થયેલા લાભો અંગે પણ માહિતી આપી હતી.
