ડિલિવરી બોય પકડાયા બાદ સપ્લાયરના ઘરે પોલીસે દરોડો પાડ્યા, તમે જ જુઓ ક્યાથી નિકળ્યો દારુ

વિનય પરમાર,રાજકોટ: ગોંડલમાં કૈલાસબાગ વિસ્તારમાંથી એલસીબીએ દારૂની લેતી-દેતી કરતા ત્રણ શખસોને ઝડપી લીધા બાદ સપ્લાયરના ઘરે દરોડો પાડતા બૂટલેટરે સોફામાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 26 હજારનો દારૂ કબ્જે કરી ચારેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડિલિવરી બોય પકડાયા બાદ સપ્લાયરના ઘરે પોલીસે દરોડો પાડ્યા, તમે જ જુઓ ક્યાથી નિકળ્યો દારુ

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી એલસીબી પીઆઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ રવિદેવભાઈ બારડ, અનીલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, બાલકૃષ્ણ ત્રિવેદી અને મહેશભાઈ જાની સહિતના સ્ટાફે ગોંડલમાં કૈલાશબાગ વિસ્તારમાંથી આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા હરદેવસિંહ ચુડાસમા, ધવલ ધીરૂ હીરપરા અને ધર્મેશ ઉર્ફે ધમો કુકડી ઉર્ફે ડી.કે.કનૈયાલાલ ઠાકરને વિદેશી દારૂની 27 બોટલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ભાટીયાવાડીમાં રહેતા કિશોર ઉર્ફે મુજો જેન્તી પરમાર પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સોને સાથે રાખી કિશોર પરમારના રહેણાક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનમાં સોફામાં છુપાવેલો વિદેશી દારૂની બોટલ નં.50 મળી આવતા પોલીસે કુલ બોટલ નં.77 તથા એકટીવા અને મોબાઈલ મળી કુલ રૂ.83 હજારની મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap