કોરોના કાળમાં બુક થયેલી ટ્રેનની ટિકિટનું રીફંડ મળ્યું નથી? તો રેલવેએ આપ્યા આ સારા સમાચાર

કોરોના મહામારી સંક્રમણને રોકવા માટે 2020માં લોકડાઉન દરમિયાન રેલ્વેની સેવાઓ ગયા વર્ષે 22 માર્ચથી બંધ કરી દેવામાં આવી હતી. જોકે, મોટાભાગના લોકો તેમની કાઉન્ટર ટિકિટ સમયસર રદ કરી શક્યા ન હતા, જે દરમિયાન તેઓએ મુસાફરી માટે કાઉન્ટર ટિકિટ બુક કરાવી હતી. હવે રેલવે મંત્રાલયે સુવિધા આપી છે કે, ગત વર્ષે 21 માર્ચ 2020થી 31 જુલાઈ 2020 સુધીની મુસાફરી માટે જે ટિકિટ બુક કરાવી હતી, તે રદ કરી શકાય છે અને છ મહિનાની જગ્યાએ નવ મહિનાની અંદર રિફંડ લઈ શકાશે. મંત્રાલયે અગાઉ કોરોના રોગચાળાને કારણે કાઉન્ટર ટિકિટ રદ કરવાની અવધિ ત્રણ દિવસથી છ મહિના કરી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે,આ ફક્ત તે જ નિયમિત ટાઈમ ટેબલવાળી ટ્રેનો માટે લાગુ પડે છે, જેને રેલવે દ્વારા રદ કરવામાં આવી છે. મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર મુસાફરીની તારીખના છ મહિના બાદ પણ ઘણા મુસાફરોએ ટીડીઆર અથવા સામાન્ય એપ્લિકેશન દ્વારા તેમની ટિકિટ ઝોનલ રેલ્વે ઓફિસ પર મોકલી હતી. જેથી મુસાફરી ન કરવાના બદલામાં તેમને રિફંડ મળે. રેલવેએ જણાવ્યું છે કે, આવા મુસાફરોના પીઆરએસ કાઉન્ટર ટિકિટનું સંપૂર્ણ ભાડુ પરત કરવામાં આવશે.

માર્ચ 2020 માં, કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ નિયમિત ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. મુસાફરોએ જે ટિકિટ બુક કરાવી હતી તે રદ કરવા માટે, મુસાફરોને ત્રણ દિવસને બદલે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

જો કે હવે તેમાં છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, મુસાફરો જે કાઉન્ટર ટિકિટ દ્વારા 21 માર્ચ 2020 થી 31 જુલાઈ 2020 ની વચ્ચે મુસાફરી કરવા માંગતા હતા, તેઓ હવે મુસાફરીની તારીખથી 9 મહિનાના સમયગાળા માટે ભાડાનો સંપૂર્ણ ભાડુ પાછુ મેળવી શકે છે. આઈઆરસીટીસી પોર્ટલ દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે, રિફંડ પ્રક્રિયા આપમેળે પૂર્ણ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap