હવે IRCTC પર બુક કરો બસની ટિકિટ, જાણો બુકિંગથી લઈને ચાર્જની સંપૂર્ણ વિગતો

હવે બસ દ્વારા મુસાફરી સરળ થઈ ગઈ છે. રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ હવે રેલવે અને ફ્લાઇટ્સ બાદ મુસાફરો માટે બસ બુક કરવાની સુવિધા શરૂ કરી દીધી છે, એટલે કે હવે તેઓ IRCTCની વેબસાઇટ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે.

ઓનલાઇન ટિકિટ બુકિંગનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમે બેઠકોની સ્થિતિ જાતે જોઈને બુક કરાવી શકશો અને ઓફલાઇનની લાંબી લાઇનોની મુશ્કેલીથી છૂટકારો મેળવશો. IRCTCની વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે, તમે બસનો ફોટો જોશો અને તેની રેટિંગ્સ અને સુવિધાઓ પણ જોઈ શકશો. IRCTCની વેબસાઇટ પર આપવામાં આવેલા FAQ અનુસાર, તેની વિશેષ સુવિધાઓ નીચે આપેલ છે.

IRCTC બસ બુકિંગના ફિચર્સ
•તમે તમારી પસંદની બસમાં સીટ સીલેક્ટ કરી શકશો. બસની તસવીર પણ વેબસાઇટ પર પણ જોવામાં આવશે.
•ખાનગી બસો ઉપરાંત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જેવી કે યુપીએસઆરટીસી, એપીએસઆરટીસી જીએસઆરટીસી વગેરેની બસો બુક કરાવી શકશે.
•ઇ-ટિકિટ પણ મુસાફરીમાં માન્ય માનવામાં આવશે. પ્રવાસ દરમિયાન, નિશ્ચિતરૂપે તમારું આઈ-કાર્ડ રાખો.
•બસ છૂટવા પર રિફન્ડ આપવામાં આવશે નહીં. રિફન્ડ ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો તમારી બસ રદ કરવામાં આવે અને બસ ડ્રાઇવરે બીજી કોઈ બસ આપી ન હોય. આઈઆરસીટીસી બસ ઓપરેટર પાસેથી રકમ મેળવ્યા બાદ જ રિફન્ડ પ્રક્રિયા શરૂ કરશે.
•તમે તમારી બસની ટિકિટ ઓનલાઇન રદ કરી શકો છો.
•પાર્શિયલ ટિકિટ કેન્સિલેશન કરી શકશો.
•તમારી આઈઆરસીટીસી આઈડી દ્વારા bus.irctc.co.in પર લોગ ઇન કરીને, મુસાફરીની તારીખ, મુસાફરી ક્યાંથી ક્યાં, સીટ અને વ્યક્તિગત ડિટેલ્સ ભરીને તમે બુકિંગ કરી શકો છો.
•એક સાથે છ મુસાફરો માટે બસની ટિકિટ બુક કરાવી શકાય છે.
•5 વર્ષથી ઉપરના બાળકોને પૂર્ણ ટિકિટ મળશે.
•મુસાફરીની તારીખ, પેસેન્જર અને જેન્ડર બદલી શકાતી નથી. કોઈપણ બદલાવ માટે, ટિકિટ રદ કરવી પડશે અને નવી ટિકિટ બુક કરાવવી પડશે.
•જો IRCTC પાસે આઈડી નથી, તો ગેસ્ટ યૂઝર્સ તરીકે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દ્વારા પણ બસ બુક કરાવી શકે છે.
•બસ છૂટલાના બે કલાક પહેલા બસ નંબર, કોન્ટેક્ટ નંબર અને બોર્ડિંગ પોઇન્ટ નંબર એસએમએસ દ્વારા મોકલાશે.
•જો એકાઉન્ટમાંથી પૈસા કાપવા છતાં ટિકિટ બુક કરાઈ નથી, તો રકમ 3-5 વર્કિંગ દિવસોમાં પરત કરવામાં આવશે.
•IRCTCથી બસ બુકિંગ પર એસી ક્લાસ માટે 20 રૂપિયા અને નોન એસી માટે 10 રૂપિયા ફી સાથે જીએસટી ચૂકવવાપાત્ર રહેશે. આ સિવાય પેમેન્ટ ગેટવે ચાર્જ પણ યુઝરને આપવો પડશે.
•કોઈપણ ફરિયાદ અથવા પૂછપરછ માટે, તમે 1800 110 139 પર સંપર્ક કરી શકો છો.
•એક મુસાફર 10 કિલો સુધીનો સામાન લઇ શકે છે. આ સિવાય તેઓ 5 કિલો સુધી લેપટોપ બેગ, હેન્ડબેગ અથવા બ્રીફકેસ લઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap