બોલીવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ માટે ફેમસ અભિનેતા બોમન ઈરાની આજે 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોમને પોતાની એક્ટિંગ કરિયરમાં બોવ બધા રોલ ભજવ્યા છે. ભલે તેમણે 42 વર્ષની ઉંમરે ફિલ્મમો ડેબ્યું કર્યું હતું, પરંતુ આજે તે કોઈથી પાછળ નથી પરંતુ સફળ સ્ટાર્સની લિસ્ટમાં તેમનો સમાવેશ થાય છે.
બોમન ઈરાનીને એક્ટિંગની સાથે-સાથે ફોટોગ્રાફીનોપણ ખૂબ જ શોખ છે. જ્યારે તેઓ 12મા ધોરણમાં ભણતા હતા, ત્યારે તે શાળામાં ક્રિકેટ મેચની તસવીરો લેતો હતા. તેમણે પ્રથમ વખત પૂણેમાં પ્રોફેશનલ રીતે બાઇક રેસની ફોટોગ્રાફી કરી હતી. ત્યારબાદ તેને મુંબઈમાં બોક્સીંગ વર્લ્ડ કપ કવર કરવાની તક મળી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બોમન ઈરાનીએ 2 વર્ષ મુંબઈની હોટલ તાજમાં નોકરી કરી હતી. બોમન ત્યાં વેટર અને રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કામ કરતા હતા. કોઈ કારણોસર, તેણે 2 વર્ષમાં આ નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ તેમણે તેના પરિવાર સાથેના કામમાં લાગી ગયા હતાં.
બોમન તેની માતા સાથે બેકરીની દુકાનમાં 14 વર્ષ સુધી કામ કરતા રહ્યા હતા. ત્યારે એક દિવસ તેની મુલાકાત કોરિયોગ્રાફર શ્યામક દાવર સાથે થઈ. ત્યાર બાદ તેમની કિશ્મતે એવી પલ્ટી મારી કે તેમણે ક્યારેય પાછળ જોયું નહીં. શ્યામાક દાવર બોમનને થિયેટરમાં કામ કરવાની સલાહ આપે હતી.
બોમન મોટા ભાગની ફિલ્મોમાં કોમેડી રોલ પ્લે કર્યો છે. બોમન પારસી છે અને તેણે જે પાત્રો ભજવ્યા તેમાં પણ પારસી હતા. ત્યારબાદ 2001માં તેણે બે અંગ્રેજી ફિલ્મો ‘એવરીબડી સેમ આઇ ફાઇન’ અને ‘લેટ્સ ટોક’ માં કામ કર્યું હતું. પરંતુ ખરા અર્થમાં તેમને 2003માં આવેલી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’થી ઓળખ મળી હતી.
બોમન ઈરાનીએ અત્યાર સુધીમાં 50થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. આ ફિલ્મોમાં હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, દોસ્તાના, યુવરાજ, થ્રી ઇડિયટ્સ, તીન પટ્ટી, હમ તુમ ઓર ઘોસ્ટ, હાઉસફુલ, હાઉસફુલ 2 અને સંજુ જેવી ફિલ્મો પણ શામેલ છે.
2009ની ફિલ્મ 3 ઇડિયટ્સમાં, બોમેને વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફે ‘વાયરસ’નું ખૂબજ શાનદાર પાત્ર ભજવ્યું હતું. બોમનને 3 ઇડિયટ્સ માટે 3 એવોર્ડ મળ્યા છે. તેને બેસ્ટ વિલન માટે સ્ટાર સ્ક્રીન એવોર્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ અને નેગેટિવ રોલમાં બેસ્ટ પરફોર્મન્સ માટે આઈફા એવોર્ડ એનાયત કરાયા છે.
હિન્દી ફિલ્મોના દમદાર કલાકાર અને આપણા સોજ્જા ગુજરાતી એવા બમન ઈરાની સાથે ઘરના ડાયરા જેવી મજાની વાત ચિત્ત www.dustakk.com ના દર્શકો માટે ખાસ પ્રસ્તુત છે.
