ચમોલી દુર્ઘટના: બોલીવૂડના આ કલાકારોએ ઉત્તરાખંડ આપદા પર દુ:ખ વ્યક્ત કર્યું

મુંબઈ: ઉત્તરાખંડમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહી મચી છે, સાથે જ ઋષિગંગા અને બાદ ધૌલીગંગા પરના હાઇડ્રો પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો હતો. આ ડેમ તૂટી જવાથી ગંગા અને તેની સહાય નદીઓને પૂરનો ખતરો છે. આ જોતાં ચમોલીથી હરિદ્વાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આ દુર્ઘટનામાં લગભગ 150 લોકો ગુમ થયા છે, તેમજ બે લોકોના મૃતદેહો પણ મળી આવ્યા છે. આ દુર્ઘટના લઈને સમગ્ર દેશ દુ:ખ વ્યક્ત કરી રહ્યું છે. તેમજ બોલિવૂડ ફિલ્મના સ્ટાર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

કોરોના કાળમાં ગરીબોના મસિહા તરીકે ઉભરી આવેલા અભિનેતા સોનુ સૂદે આ દુર્ધટના પર ઉત્તરાખંડના લોકોને ભરોસો આપતા લખ્યું કે, ‘આ દુ:ખદાયક અકસ્માત પર અમે તમારી સાથે છીએ.’

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂરે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની વાત સાંભળીને હું દુ:ખી છું, ત્યાંની દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું’.

આ ઉપરાંત દિયા મિર્ઝાએ પણ આ હ્રદયસ્પર્શી ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને લખ્યું છે કે, ‘હિમાલયમાં ઘણા ડેમ બાંધવાના કારણે આવું બન્યું છે. ચામોલીના લોકો માટે પ્રાર્થના. મદદ માટે ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો.’

અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ વ્યથા વ્યક્ત કરી છે અને લખ્યું છે કે, ‘ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાની વાત સાંભળીને ખુબ જ દુ:ખ થયું છે જેમાં 150 મજૂરો ગુમ થયા હતા! દરેકની સલામતી માટે પ્રાર્થના કરો’

સીબીએફસીના અધ્યક્ષ અને જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ પણ ટ્વિટ કર્યું હતું કે ‘આશા છે કે, ઉત્તરાખંડના ચમોલી અને અન્ય જિલ્લાઓ ગ્લેશિયર ફાટવાથી સુરક્ષિત રહેશે અને કોઈ પણ જીવ જોખમમાં મુકાશે નહીં. લોકો અધિકારીઓ અને બચાવ ટીમો માટે પ્રાર્થના અને શક્તિ.’

જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં રાહત કાર્ય સતત ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે સમગ્ર ઘટના પર સતત નજર રાખી છે. દહેરાદૂન અને આજુબાજુના વિસ્તારોમાં, બે એરફોર્સ એમઆઈ-17 અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર લોકોને મદદ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap