કર્ણાટકના ચિકમંગલુરમાં વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસ.એલ ધર્મેગોડાના લાશ મળી આવી છે. પોલીસને રેલવે ટ્રેકની પાસેથી તેનો મૃતદેહ મળ્યો છે. તેમની પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે બાદા આત્મહત્યા કરી હોય તેવી આશંકા કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, પોલીસને રાત્રે બે વાગ્યે તેને મૃતદેહ મળ્યો હતો. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, આત્મહત્યાની ઘટના છે અને તેની ડેડબોડી પાસેથી એક નોટ પણ મળી આવી છે.
પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ ડેપ્યુટી સ્પીકરના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે,વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર અને જેડીએસ નેતા એસ એલ ધર્મેગૌડાના આપધાતના સમાચાર મળતા બધાને ચોંકાવી દીધા છે.તે શાંત વ્યક્તિ હતા. તેમના નિધનથી રાજ્યને નુકશાન થયું છે.
જેડીએસ નેતા એસ.એલ ધર્મેગૌડા થોડા દિવસે પહેલા ચર્ચામાં આવ્યા હતાં.15 ડિસેમ્બરે કર્ણાટક વિધાન પરિષદમાં ખુબજ હંગામો થયો હતા. આ દરમિયાન ડેપ્યુટી સ્પીકર ધર્મેગૌડાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતાં.
