પંચમહાલ: જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલા નિરંકારી સત્સંગ ભવનમાં રકતદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં નિરંકારીભકતોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ઇન્ડીયન રેડક્રોસની ટીમનો સહયોગથી રકતદાન શિબીરમાં ૧૫૦ થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું.

વિશ્વભરમા કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે. ત્યારે હોસ્પિટલોમાં સારવાર માટે રકતની તાતી જરૂરીયાત ઉભી થતી હોય છે. પોતાની સામાજીક લોકોની સેવા માટે ખડેપગે આગળ રહેતી સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન અને ઇન્ડીયન રેડક્રોસસોસાયટી ગોધરા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન નિરંકારી ભવન ખાતે આયોજન કરવામા આવ્યુ હતૂ.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ ના આશીર્વાદથી દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા રકતદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.રક્તદાન શિબીરમાં નિરંકારીભકતોએ કોવિડ પ્રોટોકોલ જાળવીને રકતદાન શિબીરનુ આયોજન કર્યુ હતુ.

દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડીયારજીએ જણાવ્યુ કે ” સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી ૨૦૨૦ સુધીમાં ૬૩૬૫ થી વધુ રક્તદાન શિબિરનુ આયોજન કરી ૧૧,૩૬,૫૬૦ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખ થી વધુ માનવ જીવનને બચાવ્યુ છે.કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરીને કુલ ૧૫૦ થી વધુ યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું” છે.ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાદેવીએ આવેલા તમામ ધર્મપ્રેમીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
