સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન અને પુરૂષાર્થ યુવક મંડળ ચે.ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો મહારક્તદાન કેમ્પ

પ્રશાંત પંડયા, રાજકોટ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન અને પુરૂષાર્થ યુવક મંડળ ચે.ટ્રસ્ટ રાજકોટના સહિયારા પ્રયાસથી ૨૭/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ જાણીતા ધારાશાસ્ત્રી સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજ તેમજ માતૃશ્રી સ્વ.નર્મદાબેન પરડવાની પુણ્ય સ્મૃતીમાં તથા શ્રધ્ધાંજલી અર્થે આર્યનગર કોમ્યુ. હોલ, પેડકરોડ ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન થયું હતું.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન અને પુરૂષાર્થ યુવક મંડળ ચે.ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો મહારક્તદાન કેમ્પ

મહા રકતદાન કેમ્પમાં ૬૭૬ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ અને માનવજીંદગી બચાવવાનો ઉમદા પ્રયાસને સફળતા પ્રાપ્ત થયેલ. તેમજ આ મહા રકતદાન કેમ્પમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્ય પ્રશાંતભાઈ પંડયા (એકલવ્ય સ્કૂલ – ગૌરીદડ)ના આચાર્યશ્રીએ ૨૨મી વખત રકતદાન કરી માનવ જીવન બચાવના અમારા ઉમદા કાયૅમા સહકાર આપેલ . તેમના આ કાયૅને આયોજકોએ બીરદાવેલ.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોન અને પુરૂષાર્થ યુવક મંડળ ચે.ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો મહારક્તદાન કેમ્પ

આ મહા રકતદાન કેમ્પમાં આશિર્વાદ આપવા માંટે પ્રખર કથાકાર જીગ્નેશદાદા તેમજ સ્વામીનારાયણ સંસ્થાના સંતો, મહંતો અને જાણીતા હાસ્યકલાકાર સાંઈરામ દવે બંને સંસ્થાઓને શુભ આશિષ પાઠવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોમા ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી.એસ.કૈલાસર, અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, તેમજ વિસ્તારના કોપોરેટરો ખાસ પધાર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap