ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેતા સની દેઓલ પણ કોરાના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, સની દેઓલે ખુદ ટ્વિટર પર આ અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સની દેઓલે ટ્વીટ કરીને કહ્યું કે,મેં કોરોના ટેસ્ટ કરાવ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરેન્ટાઇન છું અને મારી તબિયત સારી છે. હું વિનંતી કરું છું કે તમે બધા જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને સ્વયં આઈસોલેટ કરી પોતાની તપાસ કરાવે.
જણાવી દઇએ કે,સની દેઓલે ગુરુદાસપુરથી ભાજપની ટિકિટ પર 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી અને ત્યાંથી સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. સની થોડા દિવસોથી હિમાચલ પ્રદેશના કુલ્લુમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની તેના મિત્રો સાથે મુંબઇ પરત ફરવાની યોજનાઓ જણાવી રહ્યો હતા, ત્યારે તેને ખબર પડી કે તેનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સની દેઓલેએ થોડા દિવસો પહેલા મુંબઇમાં તેના ખભાની સર્જરી કરાવી હતી, ત્યારબાદ તે કુલ્લુના એક ફોર્મ હાઉસમાં આરામ કરી રહ્યા હતા.
