શહેરમાં લહેરાયો ભગવો, જાણો પંચાયત અને તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ

પંચમહાલ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આજે ફોર્મ ખેચવાની કામગીરીનો છેલ્લો દિવસ હતો. જે કામગીરી સ્પષ્ટ થતા સમગ્ર ચિત્ર હવે સ્પષ્ટ થયુ હતુ. જેમા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો કબ્જે કરવામાં સફળતા મળી છે.

શહેરા તાલૂકા પંચાયતની 30 અને જિલ્લા પંચાયતની 7 બેઠકોનો સમાવેશ થાય છે. શહેરામાં ભાજપે ચૂંટણી પહેલા જ પોતાની વિજયયાત્રાની શરુઆત કરી છે. ભાજપે જિલ્લા પંચાયતની ત્રણ તેમજ તાલૂકા પંચાયતની અગિયાર બેઠકો કબ્જે કરવામા સફળતા મેળવી છે.

શહેરા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતો અણિયાદ,નાદરવા,દલવાડા તેમજ તાલુકા પંચાયતની ઉમરપુર,શેખપુર,ખટૂકપુર,અણિયાદ,ખોજલવાસા,બોડિદ્રાખુર્દ,માતરીયા વ્યાસ,પાદરડી, તાડવા,નરસાણા,બોરીયા બેઠકો પર બિનહરીફ કબ્જો મેળવામાં સફળતા મેળવી છે. આમ ભાજપે વગર ચૂંટણીએ કોંગ્રેસને પરાસ્ત કરવામાં સફળતા મેળવી છે. શહેરા વર્ષોથી ભાજપનો ગઢ છે. અહી કોંગ્રેસ હજી જોઈએ તેટલો પ્રભાવ લોકોમાં ઉભો કરી શકી નથી. તેમ પરિસ્થીતી જોતા લાગી રહ્યુ છે. આમ કોંગ્રેસ માટે કપરા ચઢાણ શહેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં જોવા મળવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap