પંચમહાલ: ભાજપ દ્વારા ચૂંટણીનો પ્રચાર ગોધરાથી શરુ થયા બાદ હવે ભાજપની સેન્સ પ્રકિયાનો પ્રારંભ થયો છે. ત્યારે પાલિકાની ચૂંટણી માટે હવે ઉમેદવારોની સેન્સ પ્રકિયા શરુ થઈ છે. ભાજપના પ્રભૃત્વ વાળી શહેરા નગરપાલિકાની ૬ વોર્ડ અને ૨૪ બેઠકો ધરાવતી પાલિકા માટે સેન્સ પ્રકિયા હાથ ધરવામા આવી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે પાલિકાની ચૂંટણીઓ પણ યોજવાની છે. પંચમહાલમા બે પાલિકા શહેરા અને ગોધરા પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. હાલમાં રાજકીટ પાર્ટીઓ દ્વારા સેન્સ લેવાની પ્રકિયા ચાલી રહી છે. શહેરા સરકીટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રકિયાનો સવારથી આરંભ થયો છે. જેમા ટીકીટમાટે દાવેદારી કરવા માટે ભાજપના કાર્યકરો હોદ્દેદારો પહોંચ્યા હતા. ભાજપના પ્રભૃત્વવાળી શહેરાનગર પાલિકામા ૨૪ સભ્યો અને ૬ વોર્ડ ધરાવે છે. ભાજપ પાસે બહૂમતી છે. હવે ટિકિટ કોને મળે છે. તે તો સમય જ બતાવશે.
