ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, ટિકિટ વાંચ્છુકોની દાવેદારી બાદ વેઈટ એન્ડ વોચ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ: જિલ્લામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપે પ્રચારનું રણશિંગૂ ફુક્યા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પણ હવે ચૂંટણીમાં વધુ સીટો જીતે તે માટેની તૈયારી કરી રહ્યુ છે. હાલમાં ભાજપ દ્વારા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો માટે સેન્સ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છતા ટીકીટ વાચ્છૂકોએ દાવેદારી નોધાવી છે.

ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, ટિકિટ વાંચ્છુકોની દાવેદારી બાદ વેઈટ એન્ડ વોચ

વિધાનસભાની સેમીફાઇનલ સમી ગણાતી તાલુકા અને જીલ્લા પંચાયત,પાલિકાની ચૂંટણીઓનુ કાઉન્ડાઉન શરૂ થઈ ગયુ છે.

ચૂંટણીપંચ દ્વારા ચુટણીની તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે.જીલ્લા,તાલુકા પંચાયત,પાલિકાની ચુટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 13-2-2021 છે.ચુટણી માટે રાજકીય પાર્ટી માટે સારા મતથી જીતી જાય તેવો ઉમેદવાર હોવો જરુરી બન્યુ છે.વર્ષોથી રાજકીય પાર્ટીઓમા કામ કરનારાઓ પણ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા હોય છે.ત્યારે ચુટણી લડીને જીતી ચુકેલા પણ ફરી ટીકીટ માટે દાવેદારી કરતા હોય છે.

ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, ટિકિટ વાંચ્છુકોની દાવેદારી બાદ વેઈટ એન્ડ વોચ

શહેરામાં ભાજપની સેન્સ પ્રકિયા,300 જેટલા ટીકીટ વાચ્છુકોની દાવેદારી

શહેરા વિધાનસભા ભાજપનો ગઢ ગણાતી બેઠક છે.જેમા તાલુકા પંચાયતની 30 બેઠકો અને જીલ્લા પંચાયતની 7 બેઠકોનો સમાવેશ થાય છે.ગત ચૂટણીના પરિણામ જોવામા આવે તો ભાજપ આ સીટો પર ભારે મતોથી વિજય થઈ છે.કોંગ્રેસને બહુ સફળતા મળી નથી.છતા ચૂટણીના પરિણામો કયારે બદલાય તે નક્કી કરી શકાતુ નથી. શહેરા સરકીટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરવામા આવી હતી.જેમા ઉમેદવારીની ઇચ્છા ધરાવનારાઓ પોતાના બાયોડેટા ચૂટણી નિરીક્ષકોની સમક્ષ રજુ કર્યા હતા.મળતી માહિતી પ્રમાણે 300 જેટલા કાર્યકરો,તેમજ હોદ્દેદારોએ દાવેદારી નોધાવી હોવાનુ જાણવા મળ્યુ છે.શહેરા આરામ ગૃહ ખાતે ગાડીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો.ગત ટર્મમા ચુટણી જીતી ચુકેલા સભ્યો પણ દાવેદારી કરી હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.

ગોધરાનગર પાલિકા ચૂંટણી, માટે 100થી વધુ ટીકીટ વાચ્છુકોની દાવેદારી

44 સીટ અને 11 વોર્ડ ધરાવતી ગોધરાનગર પાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા પુરી થઈ ગઈ હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.વોર્ડ નં 1,2,3,4,5,11,9 માટે કુલ 127 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

અંતિમ મહોર કોના પર,દાવેદારોનું વેઈટ એન્ટ વોચ

પંચમહાલની એક જિલ્લા પંચાયત, તેમજ સાત તાલુકા પંચાયત,બે નગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઇને નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રકિયા જોરસોરમાં ચાલી રહી છે. ત્યારે મતદારોની આશા છે કે, સક્ષમ ઉમેદવારોને ટીકીટ આપવામા આવે પરંતુ પાર્ટી દ્વારા કયા ઉમેદવારને મેન્ડેટ આપીને ફાઈનલ મહોર મારે છે તે જોવાનું રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap