પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર થયો પથ્થરમારો, જુઓ વીડિયો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે છે,પરંતુ રાજકીય મહોલ અત્યારથી જ તૈયાર થઈ ગયું છે. રાજનીતિની આ લડાઇ માત્ર મૌખિક હુમલાઓ દ્વારા જ નહીં પરંતુ પથ્થરમારો દ્વારા પણ સામે આવી રહ્યા છે. ભાજપના નેતા અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયના વાહન પર ડાયમંડ હાર્બરમાં વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર પણ હુમલો થયો હતો. ભાજપના નેતાઓએ આ ઘટના માટે ટીએમસી કાર્યકરો પર આરોપ લગાવ્યો છે.

પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો છે. નડ્ડાના બંગાળના આગમન અંગે વિરોધ કરી રહેલા લોકોએ તેના કાફલાને ડાયમંડ હાર્બરમાંથી પસાર થતો અટકાવવાનો પ્રયાસ કર્યો. તેમજ તેના કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નડ્ડાના કાફલામાં સામેલ ભાજપ મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાનું કારના કાચ પણ તૂટી ગયા છે. બંને નેતાઓ પાર્ટીના કાર્યકરોની સભાને સંબોધન કરવા દક્ષિણ 24 પરગણા જઈ રહ્યા છે.

ભાજપ અધ્યક્ષના કાફલામાં પાર્ટીના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયાનું વાહન પણ શામેલ હતા. વિરોધીઓ દ્વારા પથ્થરમારો થતાં વિજયવર્ગીયાનું કારના કાચ પણ તૂટી ગયા હતા અને ભાજપના મહાસચિવનો માંડ બચાવ થયો હતો. તેણે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.

પહેલા પણ ભાજપે આરોપ લગાવ્યો હતો કે, ટીએમસીએ ડાયમંડ હાર્બરમાં પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો હતો. ટીએમસીએ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી દીધા છે. મહત્વનું છે કે, આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી આંદોલન વધ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની સુરક્ષામાં થયેલી ચુક અંગે જવાબ માંગ્યો છે. આ સંદર્ભે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવને આ સંદર્ભે જવાબ ફાઇલ કરવો પડશે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap