ખેડૂતોના આંદોલન વચ્ચે હવે ભાજપે બનાવ્યો આવો પ્લાન

એક તરફ હજારો ખેડૂત 3 કૃષિ કાયદાની વિરુધ્ધ દિલ્હીની જુદી-જુદી બોર્ડર પર અજગ છે, જ્યારે ભાજપ કૃષિ કાયદા અંગે દેશભરમાં અભિયાન ચલાવશે. ભારતીય જનતા પાર્ટી નવા કૃષિ કાયદા અંગે આજથી દેશના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ અને ચૌપાલ યોજશે. આગામી દિવસોમાં 700 પ્રેસ કોન્ફ્રેન્સ અને 700 ચૌપાલ યોજાશે.

આ ચૌપાલ અને પેસ કોન્ફ્રેન્સના માધ્યમથી બેજેપી નવા કૃષિ કાયદાના ફાયદાઓની ગણતરી અને દેશના બાકીના ખેડૂતો આ કાયદા વીશે સમજાવવાનો પ્રયત્ન કરશે.

અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલના પ્રેસ કોન્ફ્રેન્સનો વીડિયો ટ્વીટ કરતા કહ્યું હતું કે, ખેડૂતોને અપીલ કરૂ છું કે, બન્ને મંત્રીઓની વાતો ધ્યાનથી સાંભળે.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે, એમએસપીના મુદ્દે સરકાર ખેડૂતોને ખાતરી આપવા તૈયાર છે. કોરોના કાળમાં કૃષિક્ષેત્રે વધુ ધ્યાન આપતા કેન્દ્ર સરકારે તેમાં સુધાર લાવીને ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવાને ઈરાદે ત્રણ નવા કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે.

ભાજપે વિપક્ષ પર લગાવ્યા આરોપ

બીજેપીના નેતાઓથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘણી જગ્યાઓ પર કહ્યું છે કે, વિપક્ષ ખેડૂતોને ભડકાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બીલનો વિરોધ કરનારા વચેટીયાઓ સાથે છે અને ખેડૂતોને તેમના હિતને સમજવા દેતા નથી. વચેટિયાઓ દ્વારા નફો કમાનારાને ખેડૂતોને ફાયદોઓની ચિંતા નથી. જ્યા સુધી બીજેપીના ઘણા નેતાઓ ખેડૂતો આંદોનલને ખલિસ્તાન અને વિદેશનો હાથ હોવાનું પણ જાણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મોદી સરાકર અને ખેડૂતોની વચ્ચે 6 રાઉન્ડની વાટાઘોટ બાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે સરકાર આ કાયદમાં કેટલાક સંશોધન કરવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap