પોતાના અજીબો-ગરીબ નિવેદનથી હંમેશા સમાચારમાં ચમકતા રહેતા અનંત કુમાર હેંગડે એક વખત ફરીથી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડના કર્મચારીઓને તેમને ગદ્દાર કરી દીધા છે. તેમને કહ્યું કે, આ કંપનીના કર્મચારી નામી કંપનીને આગળ લઈ જવા માટે કામ કરી રહ્યાં નથી. તેમને કહ્યું કે, ખાનગીકરણ પછી બીએસએનએલમાંથી 88 હજાર કર્મચારીઓને નિકાળવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, હેગડેએ આ નિવેદન કે, 10 ઓગસ્ટે ઉત્તર કન્નાડા સંસદીય ક્ષેત્ર સ્થિ કુમતામાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું છે. તેમને કહ્યું કે, BSNL દેશ પર ધબ્બો છે કેમ કે, પૈસા, ઈન્ફાસ્ટ્રક્ચર અને માર્કેટ ઉપલબ્ધ કરાવ્યા બાદ પણ ટેલિકોમ કંપનીના કર્મચારીઓ કામ કરવાથી ઈન્કાર કરી દે છે. તેમને કહ્યું કે, 88000થી વધારે કર્મચારીઓને નિકાળી દેવામાં આવશે, કેમ કે સરકાર બીએસએનએલનું ખાનગીકરણ કરશે.
જણાવી દઈએ કે, હેગડેનો વિવાદોથી જૂનો સંબંધ છે. હાલમાં જ તેમને મહાત્મા ગાંધીને લઇને પણ એક વિવાદીત નિવેદન આપ્યું હતુ. તેમને મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામ આંદોલનને ડ્રામો ગણાવ્યો હતો. તે ઉપરાંત 2018માં પણ તેમને સંવિધાન સંશોદન કરીને પ્રસ્તાવનામાંથી ધર્મ નિરપેક્ષ શબ્દને હટાવવાની પણ વાત કરી હતી. આ નિવેદન બાદ વિવાદ વધતા પાછળથી તેમને માફી માંગી હતી અને કહ્યું કે, તેમના નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
