ખેડૂત આંદોલનને લઈને ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,જાણો કેને અને શું કહ્યું

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય મદન દિલાવરે શનિવારે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ વિરોધ સ્થળોએ ચિકન બિરયાની ખાઈને બર્ડ ફ્લૂ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે, આ “ખેડૂતો દેશની ચિંતા કરતા નથી, તેઓ પિકનિકનો આનંદ માણી રહ્યા છે”.

ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર, દિલાવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક તથાકથિત ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. આ તથાકથિત ખેડૂતો કોઈ પણ આંદોલનમાં ભાગ લેતા નથી, પરંતુ ચિકન બિરયાની અને ડ્રાયફ્રૂટ્સનો આનંદ લઈ રહ્યા છે. બર્ડ ફ્લૂ ફેલાવાનું કાવતરું ઘડી રહ્યા છે.”

ભાજપના ધારાસભ્યનો આરોપ છે કે, તેમની વચ્ચે મિલિટેંટ, લૂંટારાઓ અને ચોર હોઈ શકે છે અને તેઓ ખેડૂતોના દુશ્મન પણ હોઈ શકે છે અને આ બધા લોકો દેશને બરબાદ કરવા માગે છે.

દિલાવારે કહ્યું કે, જો સરકાર તેમને નિદર્શન સ્થળોથી હટાવશે નહીં, તો દેશમાં બર્ડ ફ્લૂ એક મોટી સમસ્યા બની શકે છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદા પાછા ખેંચવા સહિતની અન્ય માંગણીઓ સાથે, 26 નવેમ્બરથી અનેક ખેડૂત સંગઠનો દિલ્હીની સરહદો પર છાવણી કરી રહ્યા છે. સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap