ગુજરાત પેટા ચૂંટણી પરિણામ: અબડાસા અને કરજણ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ છે. કુલ 25 મથકો પર મત ગણતરી હાથ ધરાઇ રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપ જીત તરફ છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી થઈ રહી છે. ત્યારે સીએમ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીઆર પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીત બદલ કાર્યકરો તેમજ પ્રજાનો આભાર માન્યો હતો.

અબડાસા વિધાનસભા ચૂંટણી મત ગણતરી પૂર્ણ થઈ ચુકી છે અને ભારતીય જનતા પાર્ટીનો અબડાસાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. પ્રદ્યુમનસિંહ જાડેજા રેકોર્ડ બ્રેક વોટથી ચૂંટણી જીત્યા છે.

ગુજરાત પેટા ચૂંટણી પરિણામ: અબડાસા અને કરજણ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય


ભાજપ ઉમેદવાર: પ્રધુમન સિંહ જાડેજા ને ૬૦૩૭૪ મત
કોંગ્રેસ ઉમેદવાર:શાંતિલાલ સેંઘાણી ને ૨૮૯૭૪ મત
બી.એમ.પી. ઉમેદવાર: યાફુબભાઈ મુતવાને ૪૨૮૩ મત
અપક્ષ ઉમેદવાર: હનીફ બાવા પડેયારને: ૨૪,૪૪૬ મત
અપક્ષ ઉમેદવાર: ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાં ૧૧૨૮ મત

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ભવ્ય વિજય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap