AAPનો આક્ષેપ,ભાજપના નેતાઓએ કેજરીવાલના ઘરની બહાર કરી તોડફોડ કરી, જુઓ વીડિયો

આમ આદમી પાર્ટી(AAP)એ રવિવારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કેટલાક નેતાઓએ ટોળાની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલો કર્યો હતો. તેમનો આરોપ છે કે,આ લોકોએ સીએમ હાઉસની બહારની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને સીસીટીટી કેમેરા પણ તોડી નાખ્યા હતા. આ વીડિયો AAPના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા તેમાં સીસીટીવી કેમેરા તોડતી જોવા મળી રહી છે.

AAPના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, “મુખ્યમંત્રીના ગૃહની બહાર ભાજપના નેતાઓનું તોડફોડ. ધરણા પર બેઠેલા ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીના ઘરે સ્થાપિત સીસીટીવી કેમેરા તોડી નાખ્યા.”

ભાજપ કાર્યકરો સોમવારથી મંત્રીઓના ઘરોની બહાર શહેરની નાગરિક સંસ્થા માટે ભંડોળની માંગ કરી રહ્યા છે. આ પહેલા ગુરુવારે પોલીસ અધિકારીઓની હાજરીમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પણ હુમલો થયો હતો.

મેયર જયપ્રકાશે કહ્યું કે તે લોકો મુખ્યમંત્રીના ઘરની બહાર 7 દિવસથી છે, પરંતુ મુખ્યમંત્રી મળવાનું તો દૂર, પણ તે વાત કરવા માંગતા નથી. રવિવારે મહિલા કાઉન્સિલરો સુઈ ગઈ હતી,ત્યારે સીએમ કચેરીના લોકોએ મહિલા ગોપનીયતાની કાળજી લીધા વિના સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યું હતું, જેનો મહિલા કાઉન્સિલરોએ વિરોધ કર્યો હતો.

ભાજપનો દાવો છે કે દિલ્હી, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસે આશરે 13,000 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે AAP આક્ષેપ કરી રહ્યો છે કે, નાગરિક સંસ્થાઓમાં વિપક્ષી પાર્ટી દ્વારા 2,500 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap