‘તાંડવ’ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, BJP નેતાએ નોંધાવી ફરિયાદ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના બે નેતાઓએ રવિવારે આરોપ લગાવ્યો છે કે, સૈફ અલી ખાન સ્ટારર વેબ સીરીઝ ‘તાંડવ’એ હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું છે કે, તેમણે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ‘તાંડવ’ વેબ સીરીઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ વેબ સીરીઝથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તે તે સહન કરશે નહીં.

તેમણે માંગ કરી છે કે ‘તાડવ’ના એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

ઉપરાંત કદમે કહ્યું, “મેં આ મુદ્દે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખવાનો નિર્ણય પણ કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવશે કે તમામ ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સને સેન્સરશીપ હેઠળ લાવવા જોઈએ.”

આવી જ રીતે ભાજપના સાંસદ મનોજ કોટકએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ‘તાંડવ’ વેબ સીરીઝ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. તેમણે લખ્યું, “એવું લાગે છે કે તાંડવના નિર્માતાઓએ જાણી જોઈને હિન્દુ દેવતાઓની મજાક ઉડાવી છે અને હિન્દુ ધાર્મિક ભાવનાઓનું અપમાન કર્યું છે.”

સોશિયલ મીડિયા પર ‘તાંડવ’ વેબ સીરીઝમાં ‘શિવના વેશમાં’ અભિનેતા ઝીશાન અયુબના એક દ્રશ્યનો વિવાદ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap