પંચમહાલથી ભાજપના ચૂંટણી પ્રચારનો શંખનાદ અને ઢોલ નગારા સાથે શ્રી ગણેશ

પંચમહાલ: જિલ્લાના ગોધરા પાસે આવેલા ગદુકપુર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું લોકાપર્ણ કરવામા આવ્યુ હતું. તેમજ સરપંચ સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ફેબ્રુઆરી માસમાં યોજાનારી પાલિકા તેમજ પંચાયતોની ચૂંટણી પ્રચારની શરુઆતના પ્રતિક રૂપે શંખનાદ તેમજ નાસિક ઢોલ વગાડવામા આવ્યા હતા. તેમજ કાર્યકતાઓને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપાને વિજય બનાવા માટે કામે લાગી જવાની અપીલ કરવામા આવી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આવેલા ગદુકપુર ખાતે સીએમ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યા બાલિકાઓ દ્વારા તેમનુ કંકુ તિલકથી સ્વાગત કરવામા આવ્યુ હતું. નવીન ભાજપાના કાર્યાલયને દિપ પ્રજ્વલીત કરી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ખુલ્લો મુકવામા આવ્યો હતો. ત્યારબાદ ભવનનૂ નિરિક્ષણ કરવામા આવ્યું હતુ. ત્યારબાદ સરપંચ સમેલનમાં પહોચ્યા હતા. વદે માતરમનુ ગાન કરવામા આવ્યુ હતુ.
જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનુ કડુ તલવાર, મોમેન્ટોઆપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીલે જણાવ્યુ કે ચુટણીનુ રણશિગુ ફુકાવાની પંચમહાલે આજે શરુઆત કરી છે,નાના કાર્યાલયથી નવનિર્મિત કાર્યાલય સુધી પહોચ્યા છે.પેજકમિટીના પ્રયોગના સારા પરિણામો મળ્યા છે. એક લાખ ત્રેવીસ હજાર સભ્યો બની ગયા છે,વિજયભાઈ રુપાણીએ જણાવ્યુ હતુ ભારતીય જનતા પાર્ટી કાર્યરતાની પાર્ટી છે.

પરિવારની પાર્ટી નથી જે કાર્યકર્તા પંચનિષ્ઠાને વરેલો છે તેવા કાર્યકર્તાની પાર્ટી છે.પાર્ટી વંશ પરાપત કરનારાઓની પાર્ટી નથી. ભાજપો કાર્યકર્તા સર્વધમસમભાવ વાળો કાર્યકર્તા છે. ઘણા કાર્યકર્તા જનસંઘ સાથેથી પાર્ટી સાથે છે.દેશમા સામાજીક સમરસતા બને તે માટે કામ કરનારા કાર્યકર્તાઓ છે. સતા લાલચુ નહી પણ સમર્પિત કાર્યકર્તા છે.સારૂ કાર્યાલય બન્યુ છે.જેથી કાર્યકર્તાઓને કામ કરવાનો ઉત્સાહ બને.

કાર્યક્રમમા પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,સુમનબેન ચૌહાણ,જયદ્રથસિંહ પરમાર,સાંસદ રતનસિંહ રાઠોડ,ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,સહિત સહ પ્રભારી સુધીર ગૂપ્તા,જીલ્લાના પ્રમૂખ અશ્વિન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો,મહિલા હોદ્દેદારો
તેમજ ગ્રામીણ વિસ્તારમાથી આવેલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap