કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના નગર પાલિકાની ચૂંટણીમાં મતગણતરી પૂર્વેજ ઇતિહાસ રચ્યો હોય તેમ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 21 બેઠકો બિનહરીફ થતાં ન.પા.માં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો હતો.
ઉના ન.પાલીકાની વર્ષ 2015ની ચુંટણીમાં 36 બેઠકો પૈકી 1 માત્ર બેઠક બિનહરીફ થયેલ જ્યારે 35 બેઠકો પર મતદાન થયેલ અને ચુંટણી પરીણામ આવ્યા બાદ ભાજપ 34 બેઠકો પર જીત મેળવી હતી. આમ ગત ચુંટણીમાં સમ ખાવા પુરતી એક બેઠકો માત્ર કોંગ્રેસને ફાળે ગયેલ હતી. ત્યારે કોંગ્રેસને ફરી એક વખત ન ભુલી શકાય તેવી કારમી હાર મતગણતરી પૂર્વેજ મળતા કોંગ્રેસની છાવણીમાં ભૂકંપ સર્જાયો હોય તેમ સ્થાનિક શહેરના કોંગ્રેસના કાર્યકરો ભાજપ તરફ પોતાની વાટ પકડી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. ન.પા. ની ચુંટણીમાં ભાજપે 9 વોર્ડમાં 36 ફોર્મ ભર્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા 36 ઉમેદવારો પણ ન મળ્યા હોય તેમ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તે સીવાય અપક્ષ આમ આદમી પાર્ટી તેમજ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હોય આજે ફોર્મ ખેચવાનો અંતિમ દિવસે કોંગ્રેસ હાર સ્વીકારી લીધી હોય તેમ ફોર્મ ખેચવા પ્રાંત કચેરીએ તેમના ઉમેદવારોએ ફોર્મે ખેચતા ભાજપની 21 બેઠકો બિનહરીફ થયેલ જેમાં વોર્ડ નં. 1 , વોર્ડ નં. 5 , વોર્ડ નં. 8, તેમજ વોર્ડ નં. 9 સંપુર્ણ બિનહરીફ જાહેર થયેલ તે સીવાય વોર્ડ નં.3 ની 2 સીટ, વોર્ડ નં. 6 ની 2 સીટ તેમજ વોર્ડ નં.7 ની 1 સીટ મળી 21 સીટ બિનહરીફ થતાં ભાજપે નગરપાલીકા પર ભગવો લહેરાવ્યો હતો. હવે બાકીની 15 સીટ પર તા.28 ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભાજપની 21 સીટ બિનહરીફ થતાં કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતી સર્જાય છે. અને કોંગ્રેસના કાર્યકરોમાં પણ કચવાટની લાગણી જોવા મળી રહી છે.
15 સીટ પર ભાજપનો વિજય થશે: કે.સી.રાઠોડ
ભાજપના ચાણક્ય નેતા કે.સી.રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે 36 બેઠકો પૈકી 21 બેઠકો બિનહરીફ થયેલ છે. બાકીની 15 બેઠકો પર ભાજપનો વિજય થશે. અને શહેર કોંગ્રેસ મુક્ત થશ.
વોર્ડ નં. 8 માંથી શહેર કોંગ્રેસ પ્રમુખે ફોર્મ પરત ખેચ્યુ
શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયાએ વોર્ડ નં. 4 તેમજ વોર્ડ નં. 8 એમ બન્ને વોર્ડ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય જેમાં આજે તેમણે વોર્ડ નં. 8 માંથી ફોર્મ પરત ખેચતા ભાજપને બિનહરીફ કરવા માર્ગ મોકળો બનાવી આપ્યા હોવાની ચર્ચા કોંગ્રેસ માંથી ઉઠવા પામેલ છે.
ભાજપના 21 સભ્યો બિનહરીફ થયા
વોર્ડ નં. 1 – મો.સહીલ હનીફભાઇ ખાંડણીયા, સોનાબેન રામજીભાઇ વાજા, નિહાદ યુસુફભાઇ રીંદબ્લોચ તેમજ અસ્મિતાબેન મહેશભાઇ બાંભણીયા.
વોર્ડ નં. 3 – બીનલબેન સન્નીભાઇ ચૈહાણ, તેમજ મીનાબેન કેતનભાઇ દેસાઇ.
વોર્ડ નં. 5 – વિજયભાઇ કાળુભાઇ રાઠોડ, જલ્પાબેન જયંતિલાલ બાંભણીયા, ઉષાબેન હિતેશભાઇ દૂધાત, નિલેશભાઇ છગનભાઇ વાજા.
વોર્ડ નં. 6- ચેતનાબેન ધનશ્યામભાઇ જોષી, રસીલાબેન કાનાભાઇ બાંભણીયા…
વોર્ડ નં. 7 અલ્પેશભાઇ કાનજીભાઇ બાંભણીયા.
વોર્ડ નં. 8 – દર્શનાબેન મયંકભાઇ જોષી, સવિતાબેન રમેશભાઇ સોલંકી, ચંદ્રેશભાઇ નવલભાઇ જોષી, મનોજભાઇ છગનભાઇ બાંભણીયા.
વોર્ડ નં. 9- હર્ષાબેન ભોળુભાઇ રાઠોડ, ગીરીશભાઇ છગનભાઇ પરમાર, રાજુભારથી કિશોરભારથી ગોસ્વામી, જયાબેન બાબુભાઇ ડાભી.
