સમગ્ર વિશ્વ પહેલેથી જ કોરોના વાયરસ મહામારીથી ઝઝૂમી રહ્યું છે. ત્યારે હવે જાપાનમાં બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે દેશના ચોથા પ્રાંતમાં પણ મળી આવ્યો છે. જાપાનના કૃષિ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે દેશને પ્રોલ્ટ્રી ફાર્મોમાં સંક્રમણની લહેર શરૂ થઈ ગઈ છે, જેને ચારની વર્ષમાં સૌથી ખરાબ બીમારી ગણાવી છે.
લોકોને સંક્રમિત થવાની કોઈ સંભાવના નથી
કૃષિ મંત્રાલયે તેની વેબસાઇટ પર રિપોર્ટમાં જણાવ્યું છે કે ‘એવિયન ઈન્ફલ્યુએન્ઝા’ દક્ષિણ પશ્ચિમ જાપાનના હોંશુ આઇલેન્ડ પર મિયાઝાકી પ્રાંતના હ્યુગા શહેરમાં એક મરઘાં ફાર્મમાં મળી આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે મરઘાં અથવા ઇંડા ખાવાથી લોકોમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત થઈ શકે છે.
કાગાવા પ્રાંતથી શરૂ થયો હતો આ વાયરસ
2016 બાદથી જાપાનમાં બર્ડ ફ્લૂનો સૌથી ખરાબ સમય પાછલા મહિને શિકોકૂ દ્વીપના કાગાવા પ્રાંતમાં શરૂ થયો હતો, જે ક્યૂશૂ આઇલેન્ડની બાજુમાં છે. મિયાઝાકી પ્રાંતમાં પોલ્ટ્રી ફોર્મોમાં 40,000 મરઘાઓને મારી નાખવામાં આવશે અને તેને દફન કરી દેવામાં આવશે. સાથે પોલ્ટ્રી ફાર્મની ત્રણ કિમીની અંદર ચિકનના વેપાર પર પ્રતિબંધ મુકવામાં આવશે.
આ બીમારી 2018માં પણ ફેલાઈ હતી
જાપાન સરકારની આ નવી કાર્યવાહીને કારણે ફાટી નીકળ્યા બાદ 18 લાખથી વધુ મરઘીઓનો ભોગ લેવાશે. જાપાનમાં પણ 2018 માં પહેલા બર્ડ ફ્લૂ મહામાકી ફેલાય હતી. તેની શરૂાત કાગાવા પ્રાંતમાં પણ થયો હતો. તે વર્ષે 91,000 મરઘીઓને મરીનાખવામાં આવી હતી.
2016 થી 2017ની વચ્ચે 16 લાખ મરઘીઓનું મોત થયું હતું
જાપાનમાં બર્ડ ફ્લૂનો સૌથી મોટો ફેલાવો નવેમ્બર 2016 થી માર્ચ 2017 ની વચ્ચે થયો હતો, જ્યારે 16 લાખથી વધુ મરઘીઓ મરી ગઈ હતી. આ તમામ મરઘીઓને બર્ડ ફ્લૂના H5N6 સ્ટ્રેઇનમાં ખુલ્લી મૂકવામાં આવી હતી.
