દેશમાં બર્ડ ફ્લૂનો કહેર વધ્યો, આ રાજ્યમાં બે હજારથી વધુ પક્ષીઓ મોત થતા એલર્ટ

રાજસ્થાન, કેરળ બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ બર્ડ ફ્લૂના કેસો સામે આવી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં બે હજારથી વધુ પ્રવાસી પક્ષિઓના મોતથી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. બર્ડ ફ્લૂ પક્ષીઓના મૃત્યુનું કારણ હોવાનું કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા બાદ દેશભરના પ્રાણી સંગ્રહાલયોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પોંગ ડેમ તળાવમાં બર્ડ ફ્લૂના કારણે 2000 થી વધુ પ્રવાસી પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. માહિતી અનુસાર,આ પક્ષીઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.

હિમાચલની સેન્ચુરીમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 2000 જેટલા પ્રવાસી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આમાંના મોટાભાગના પક્ષીઓ બાર-હેડેડ ગીજ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિન્સિપલ ચીફ કન્જરવેટર ઓફ ફોરેસ્ટના અર્ચના શર્માએ જણાવ્યું હતું કે, બરેલીમાં ઈન્ડિયન વેટનરી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (IVRI)એ મૃત પક્ષીઓના નમૂનામાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા શોધી કાઢ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ (NIHSAD)ની પુષ્ટિની રાહ જોઈ રહ્યું છે, કારણ કે આ રોગને શોધી કાઢવા માટે તે નોડલ બોડી છે.

રાજસ્થાનમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં 400થી વધુ પક્ષીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યના પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર ઝાલાવાડ જિલ્લામાં માત્ર બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાંક કાગડાઓનાં મોત થયા છે.

કેરળમાં બચ્ખોમાં બર્ડ ફ્લૂના કેસો બાદ અલપુઝા અને કોટ્ટાયમને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના એનિમલ હસ્બેન્ડરીમંત્રી કે. રાજુએ કહ્યું છે કે, બર્ડ ફ્લૂના કારણે લગભગ 12 હજાર પક્ષીઓ મોત થયા છે.

પહેલા પણ, 2016માં, કેરળના અલપુઝા અને પઠાણમિથિજિલમાં બર્ડ ફ્લૂનો મોટા કેસ નોંધાયા હતા, જેના કારણે લગભગ 2 લાખ મરઘીઓ અને બતકને ખતમ કરવા પડ્યા હતાં.

મધ્ય પ્રદેશના જુદા-જુદા શહેરોમાં પણ બર્ડ ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે. રાજ્યના પશુપાલન મંત્રી, પ્રેમસિંહ પટેલના જણાવ્યા અનુસાર, 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે, ઇંદોર, મંદસૌર, અગર માલવા અને ખાર્ગન જિલ્લામાં પક્ષીઓનાં મોત નોંધાયા છે. સૌથી વધુ મૃત્યુ ઈન્દોર (142) અને મંદસૌર (100)માં નોંધાયા છે. આમાંના કેટલાક પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap