ચિકનના શોખીન લોકો સાવધાન! દેશના આ 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ

નવી દિલ્હી: કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસોની પુષ્ટિ થયા બાદ મંગળવારે ઉત્તરાખંડ ભારતનું 10મું રાજ્ય બન્યું જ્યાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે.

દિલ્હીમાં ચિકનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુર ઝૂની બર્ડ વિંગ કેટલાક પક્ષીઓના મૃત હાલતમાં મળી આવ્યા બાદ બંધ કરાઈ છે. પક્ષીઓના નમૂનાઓ એવિયન ફ્લૂ તેમની મોતનું કારણ છે કે કેમ તેની તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને એલર્ટ રહેવા અને બર્ડ ફ્લૂના કહેર વચ્ચે જળ સંસ્થાઓ, ઝૂ અને પોલ્ટ્રી ફોર્મ જેવા સ્થળોની નજીકની દેખરેખ જાળવવાનું સુનિશ્ચિત કર્યું છે.

એવિયન ઈન્ફલ્યુએન્ઝાએ એક સંક્રમણ વાયરલ બીમારી છે જે ઈન્ફલ્યુએન્ઝા પ્રકારએ વાયરસથી થાય છે જે મરઘા,બતક અને ટર્કી જેવા પક્ષીઓને અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap