આ રાજ્યના 13 જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર, બજારો બંધ કરવાનો લેવાયો નિર્ણય

રાજસ્થાન, કેરળ, હરિયાણા બાદ હવે મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 13 જિલ્લાઓમાં કાગડોઓના મોતનું કારણ બર્ડ ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે. તેને ધ્યાનમાં લઈને આગર માલવા જિલ્લાનું મરઘા બજાર આગામી સાત દિવસ માટે બંધ રહેશે. 27 જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં લગભગ 1100 કાગડાઓ અને જંગલી પક્ષીઓ મોત થયા છે.

માહિતી અનુસાર રાજ્યમાં, ઇંદોર, મંદસૌર, આગર, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખારગોન, ગુના, શિવપુરી, રાજગઢ, શાજાપુર, વિદિશા જેવા 13 જિલ્લાઓમાં કાગડાઓમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.

મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી 32 સેમ્પલ રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા રોગ સંશોધન પ્રયોગશાળા ભોપાલ પરીક્ષા માટે મોકલવામાં આવ્યા છે.

સત્તાવાર માહિતી અનુસાર, આગરમાં મરઘા બજારની દુકાનમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળી આવ્યા બાદ, સતર્કતા અને સાવચેતીના દૃષ્ટિકોણથી મરઘા બજાર આગામી સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. સાથે મરઘા અને ઇંડાને ખતમ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી સંક્રમણ ફેલાતા અટકાવી શકાય.

ઉપરાંત ભોપાલના સિહોર, બાલાઘાટ, દામોહ, ઉજ્જૈન, બેટુલ, ભીંડથી રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા રોગ સંશોધન પ્રયોગશાળા મોકલવામાં આવેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યો નથી.

અગાઉ બર્ડ ફ્લૂથી અસરગ્રસ્ત વિસ્તારની આસપાસના ઈન્દોર અને નીમચ જિલ્લામાં મરઘાં બજાર વગેરે આગામી સાત દિવસ માટે સાવધાની અને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. હવે ત્રણેય જિલ્લામાં મરઘા બજાર સાત દિવસથી સાવચેતીના રૂપમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap