દિલ્હીમાં બર્ડ ફ્લૂના કેસ કન્ફર્મ, મહારાષ્ટ્રમાં આલટા મરઘાઓનાં મોત

દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ હવે બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થઈ છે. પહેલા સાત રાજ્યો ઉત્તર પ્રદેશ, કેરળ,રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં પણ બર્ડફ્લૂના કેસોની પુષ્ટિ થઈ ચુકી છે.

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, કૃષિ સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ દેશમાં એનીમલ વેક્સિનની ઉપલબ્ધતાની સ્થિતિ શોધવા પશુપાલન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને બોલાવ્યા છે. આ બેઠક સોમવારે બપોરે 3 વાગ્યે મળશે.

મહારાષ્ટ્રના મરાઠાવાડાના પરભણી જિલ્લાના મુરુમ્બા ગામમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં 800 મરઘીઓ સંક્રમણથી મોત થયા હતા. આ મરઘાએનો ટેસ્ટ રિપોર્ટમાં ‘બર્ડ ફ્લૂ’ ની પુષ્ટિ કરવામાં આવી છે. રવિવારે મોડીરાત્રે વહીવટ દ્વારા રિપોર્ટ મળ્યો હતો, પરભની કલેક્ટર દીપક મુગલીકરે મહારાષ્ટ્ર સરકારને માહિતી આપી હતી.

આ માહિતી બાદ હવે મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે સાંજે રાજ્યમાં બર્ડ ફ્લૂની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. આ સાથે જ પ્રાણી સંવર્ધન વિભાગને પણ એલર્ટ કરાઈ છે.

પરભણી ગામમાં, જ્યાં 800 મરઘીઓ મૃત હાલતમાં મળી આવી હતી, સમગ્ર ગામની 2 કિ.મીના રેડિયસને સીલ કરી દેવામાં આવી છે અને તમામ પોલ્ટ્રી ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ 1 કિલોમીટર સુધીના તમામ મરધાંઓનો નાશ કરવા જણાવ્યું છે.

એટલું જ નહીં,10 કિલોમીટરના રેડિયસ સુધી કોઈ પણ પક્ષી,મરઘાં તથા ઇંડાની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ મુરુમ્બા ગામે એક સર્વે પણ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap