કર્ણાટક વિધાનસભામાં ગૌહત્યા વિરુદ્ધ બિલ પાસ, વિપક્ષે લગાવ્યા આરોપ

કર્ણાટક વિધાનસભામાં 9 ડિસેમ્બરે વિપક્ષના હોબાળા બાદ ગૌ હત્યા વિરોધી વિવાદીત બિલ પાસ થઈ ગયું છે. બીએસ યેદિયુરપ્પાની નેતૃત્વ વાળી બીજેપી સરકારે કર્નાટક ગૌ હત્યાને રોકવા અને સંરક્ષણ બિલ-2020 રજુ કર્યું હતું.

આ બિલમાં ગૌ હત્યા પર સંપૂર્ણ રીતે રોક લગાવવાનો પ્રાવધાન છે. સાથે ગાયોની તસ્કરી, અત્યાચાર અને ગૌ હત્યામાં સામેલ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

બિલની કલમ 1 (2)માં જણાવ્યું છે કે, ‘પશુ’માં ગાય, ગાયનું વાછરડું અને આખલાઓની સાથે-સાથે તેરણ વર્ષથી ઓછી ઉંમરના ભેંસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પશુઓની હત્યાની સજા 3થી 5 વર્ષ સુધી કેદ થઈ શકે છે. આ કાયદાનું ઉલ્લંઘન પર કેદની સાથે 50,000થી લઈને 5 લાખ રૂપિયા સુધી દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

સબ-ઇન્સ્પેક્ટરની રેન્કથી ઉપરના પોલીસ અધીકારીઓ જો કોઈ પાસે જો આ માનવા માટે કોઈ કારણ છે કે આ કાયદા હેઠળ કોઈ ગુનો થયો છે, તો પછી કોઈપણ પરિસરમાં તપાસ કરવાનો અધિકાર હશે.

જણાવી દઈએ કે, પશુપાલનમંત્રી પ્રભુ ચૌહાણે જે બિલ રજુ કર્યું,વિપક્ષના નેતા સિદ્ધારમૈયાની નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય અધ્યક્ષને આસનની સામે આવી ગયા,તેણણે આરોપ લગાવ્યો કે બિલને રજુ કરવાના સંબંધમાં કાર્યમંત્રણા સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી નહતી.

સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે,” અમે આ બાબતને લઈને સહમત થાય છે કે માત્ર બિલ પસાર કરવામાં આવશે. હવે તેમણે (પ્રભુ ચૌહાણ) અચાનક આ ગૌ હત્યા વિરોધી બિલ રજુ કરી દીધુ છે. જોકે, વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કેગેટીએ કહ્યું કે, તેમણે બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, અમે બિલને બુદવારે અને ગુરૂવારે રજુ કરી છું. આ જવાબથી સંતોષ ન થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap