લખનઉના ગેંગસ્ટર વિકાસ દુબેના ભાઈ દિપક દુબેએ આત્મસમર્પણ કર્યું છે. દિપક દુબેએ લખનઉ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગુપ્ત રીતે શરણાગતિ સ્વીકારી હતી. પોલીસને તેના શરણાગતિ વિશે પણ જાણકારી નહોતી. કોર્ટે દિપક દુબેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે બિકરુ કાંડ બાદ દિપક દુબે ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેના પર 20 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. લખનઉના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દીપક દુબે પર બનાવટી અને ગેરવર્તન માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ જ કેસમાં દીપકે આત્મસમર્પણ કર્યું. વિકાસ દુબે એસટીએફ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
ઉલ્લેખનિય છે કે,દીપકની ધરપકડ માટે પોલીસ સતત દબાણ કરતી હતી, પરંતુ તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ અગાઉ દિપક દુબેએ કોર્ટમાં શરણાગતિનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ન હોવાને કારણે આવું થઈ શક્યું ન હતું. ફરી એકવાર તેણે કોરોના તપાસ રિપોર્ટ સાથે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી. કહેવામાં આવી રહ્યું છે કે તે રાતથી કોર્ટ પરિસરમાં છુપાયો હતો.
