બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે. એનડીએએ 125 બેઠકો જીતી લીધી છે. જેમાં ભાજપને 74 અને જેડીયુને 43 બેઠકો મળી છે. આ સાથે બિહારમાં એનડીએની સરકાર બનાવવા માટે ફરી એકવાર રસ્તો સાફ થઈ ગયો છે, જ્યારે મહાગઠબંધન 110 બેઠકો જીતી ગયું છે.
બહુમતી માટે એનડીએએ 122 બેઠકો ઓળંગી ગઈ છે, એનડીએ પાસે બહુમતી કરતાં ત્રણ બેઠકો વધારે છે.
બિહારમાં છેલ્લા 15 વર્ષથી એનડીએની સરકાર છે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી છે, મહાગઠબંધન પણ નીતિશ સરકારને હરાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, બધા એક્ઝિટ પોલ પણ મહાગઠબંધનની જીતનો સંકેત આપી રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે જ્યારે મતની ગણતરી પૂર્ણ થઈ હતી પરિણામ એનડીએની તરફેણમાં આવ્યું.
બિહારમાં ભાજપને પહેલીવાર વધુ બેઠકો મળી
બિહારમાં પ્રથમ વખત ભાજપને વધુ બેઠકો મળી છે, ભાજપે 74 બેઠકો જીતી લીધી છે, જે જેડીયુની 43 બેઠકોથી વધુ 31 બેઠકો છે. જો કે, નીતીશ કુમાર એનડીએનો મુખ્ય ચહેરો હતા અને પરિણામ આવે તે પહેલાં જ ગૃહ પ્રધાન અમિત શાહ અને નીતીશ કુમારે ફોન પર વાત કર્યાના અહેવાલો આવ્યા હતા.
મોડી રાત સુધી મતગણતરી ચાલી હતી
આ વખતે મોડી રાત સુધી મત ગણતરી ચાલેલી, ચૂંટણી પંચે પહેલેથી જ કહ્યું હતું કે આ વખતે પરિણામ જાહેર કરવામાં વધુ સમય લાગશે. કોરોનાને ધ્યાનમા રાખિને આ વખતે 63 ટકા વધુ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
