થોડા સમય પહેલા જ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચુકી અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટેન્ટ સના ખાને ગુજરાતના એક વેપારી અનસ સઇદ સાથે લગ્ન કર્યા છે.
સના ખાનના લગ્ન અંગેની અટકળો શનિવારથી જ તીવ્ર બની હતી, પરંતુ હવે તે જાતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ અંગેની માહિતી આપી છે અને પતિ અનસ સાથેની તસવીરો પણ શેર કરી છે.

સના ખાને પોતાની અને તેના પતિની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે- “અલ્લાહની ખાતર એક બીજાને પ્રેમ કરવો. અલ્લાહની ખાતર એક બીજા સાથે લગ્ન કરવા. અલ્લાહ અમને આ દુનિયામાં એક સાથે રાખે અને અમને જન્નતમાં પણ ફરી સાથે મળે.
શનિવારથી સના ખાનના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા હતા. એક વીડિયો જે વાયરલ થયો છે તેમાં દૂલ્હા અને દુલ્હલને સફેદ આઉટફિટમાં ટ્વીન કરીને કેમેરા માટે પોઝ આપતા જોવા મળી શકે છે, જ્યારે બીજા એકમાં તેઓ કેક કાપતા નજરે પડે છે. પરંતુ ત્યાં સુધીમાં તે સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે સના ખરેખર લગ્નમાં બંધાઈ ગઈ હતી.
સના ખાને વર્ષ 2005મા હિન્દી ફિલ્મ ‘યે હૈ હાઈ સોસાયટી’ થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી હતી. ત્યાર બાદ તે બિગ બોસ અને ફેયર ફેક્ટર જેવા રિયાલિટી શોનો પણ જોવા મળી હતી.
