ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા ફેલાવવાના ષડયંત્રનો થયો મોટો ખુલાસો

ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી ટ્રેક્ટર રેલી પર હિંસાના ષડયંત્ર અંગે મોટો ખુલ્લાસો થયો છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે, રેલીમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાન તરફથી ઈનપુટ મળ્યા છે. પોલીસે ખુલાસો કર્યો છે કે, 13થી 18 જાન્યુઆરી સુધી 308 ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવ્યા છે, જેણે હિંસા ફેલાવવાનું કાવતરું રચ્યું છે.

જોકે, દિલ્હી પોલીસે રેલીમાં સુરક્ષા પૂરી પાડવા પૂરતી વ્યવસ્થા કરી છે. આ રેલીમાં દિલ્હી, યુપી, હરિયાણા ત્રણેય રાજ્યોને પોલીસ સુરક્ષા આપી રહ્યાં છે. આ સાથે આંદોલનમાં કોઈ ખલેલ ન થાય તે માટે મોટી સંખ્યામાં વોલેન્ટિયર રોકાયેલા છે, જે ટ્રેક્ટર રેલીમાં આવતા તમામ ખેડૂતોની તપાસ કરશે.

દિલ્હી પોલીસે ખેડૂતોની રેલી કાઢવાની મંજૂરી આપી દીધી છે. ખેડૂતો ત્રણ રૂટથી દિલ્હીમાં પ્રવેશ કરશે. ખેડૂત ટ્રેક્ટર રેલી માટે ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડરથી રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રેલીને ટિકરીથી 63 કિમી, સિંઘુથી 63 કિમી અને ગાઝીપુર બોર્ડરથી 46 કિમી સુધી રેલી નિકાળવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતોનો દાવો છે કે લગભગ 3 લાખ ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં ભાગ લેશે. ટિકારી બોર્ડર પર 7 થી 8 હજાર ટ્રેકટર, સિંઘુ ખાતે 5 હજાર ટ્રેકટર અને ગાજીપુર ખાતે એક હજાર ટ્રેકટરો છે.

મોટી સંખ્યામાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરશે. રેલીમાં અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો નાસિકથી મુંબઇ જવા રવાના થશે. આ સમય દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap