મહેસાણાઃ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર આવ્યા છે. ડેરીના પૂર્વ ચેરમન વિપુલ ચૌધરીની ધરપકડ થીઈ છે. સાગરદાણ કૌભાંડને લઈને તેમની CID ક્રાઇમે ધરપકડ કરી છે.
ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે અશોક ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે, વિપુલે એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાંની હેરાફેરી કરી છે.
વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમણે એક લેખિત નિવેદન જાહેર કર્યું છે,તેમાં વિપુલ ચૌધરી જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જે સાગર દાણ મોકલવામાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજીસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બનાખત કરીને મેં ભર્યા છે. કુલ આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે.9 કરોડ ભરવા પૈસા ઉછીના લેવા પડ્યા હતા.
