અમદાવાદ: રાજ્ય સરકાર દ્વાર ઉત્તરાયણનાં તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પતંગોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે. હાઇકોર્ટની ટકોર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યના મોટા શહેરમાં આંતરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પતંગોત્સવમાં દેશ-વિદેશના લોકો ભાગ લેવા માટે અહી આવયાતા હોય છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની ટકોર બાદ આ નિર્ણય લીધો છે.
