ગુજરાતમાં શાળા શરૂ કરવા અંગે મોટા સમાચાર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

બિમલ માંકડ,કચ્છ: રાજ્યમાં દિવાળી બાદ ૨૩ નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કોલેજ યુનિવર્સિટી શરૂ કરવામાં આવશે. ધોરણ ૯થી ૧૨નાં અને કોલેજોના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે.

રાજ્ય સરકારે કેબિનેટ બેઠક બાદ ભુપેન્દ્રસિંહએ કરી જાહેરાત કરી હતી કે,શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સ્કૂલમાં સ્વચ્છતા,સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવી પડશે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાય તથા માસ્કનો ફરજિયાત પહેરવું પડશે,શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવી પડશે, શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે. ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે.

શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે ઓડ ઈવન લાગુ કરવામાં આવશે. ધોરણ ૯ અને ૧૧ માટે અઠવાડિયા માં ત્રણ દિવસ અને ૧૦ તેમજ ૧૨ માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે,બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

school in Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap