સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરી છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહીં બને તેવી રજૂઆત કરી છે.
મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે કરી રજૂઆત છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવી અરજીમાં કરાઇ છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
