કિશન બાંભણિયા,ગીરસોમનાથ: જિલ્લા પંચાયતના વેબ પેજ પોટલના મુખ્ય પેજ પર મુકાયેલ તાલુકા પંચાયત ઉના ગીરગઢડાની માહીતી અને નકશામામં અનેક છબરડા જોવા મળી રહ્યા છે અને ગીર પંથકના તાલુકાને દરીયા સીમા પર મુક્તા અધિકારીની કામગીરી પર અનેક પ્રશ્નચીત ઉઠી રહ્યા છે.
જિલ્લા પંચાયત ગીર સોમનાથની ડિઝીટલ વેબસાઇડ પર તાલુકા પંચાયત ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળની વસ્તીના આંકડા 2011 ના વર્ષના તેમજ સાક્ષરતા દર 76 ટકા તાલુકાની સંખ્યા 6 ગામ પંચાયત 329 ગામડાઓની સંખ્યા 380 દર્શાવવામાં આવી છે.

આ માહીતીની બાજુમાં લોકેશન મેપમાં જીલ્લાનો નકશામાં 6 તાલુકાનું લોકેશન જોવા મળે છે. ઉતર દિશામાં અને ગીરગઢડા તાલુકાનું લોકેશન દક્ષિણ દિશામાં દર્શાવેલ છે. તે મુજબ જોવામાં આવે તો વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ગીરગઢડા તાલુકા સમુદ્બ કાંઠાને અડીને આવેલ છે. પરંતુ વાસ્તવિક રીતે ગીરગઢડા તાલુકાનો કોઇપણ ભાગને દરીયા કિનારો સ્પર્શ કરતો નથી. આ લોકેશન મેપમાં દર્શાવેલ ગીરગઢડા તાલુકા પર ક્લીલંક કરતા ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમીબેન પુંજાભાઇ ખસીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી એ ડી ચાવડાનું નામ જોવા મળી રહ્યુ છે. પરંતુ તાલુકા પંચાયતના આ મહીલા પ્રમુખ પ્રેમીબેન ખસીયા અઢી વર્ષની મુદત તા.19 જુન 2018ના રોજ પૂર્ણ થયેલ અને ચુંટણી ફરી પ્રમુખની યોજાતા તેમાં નવા મહીલા પ્રમુખ તરીકે હાલ ગીતાબેન જગદીશભાઇ દોમડીયા ચુટાયા છે. તેની પણ તાજેતરમાં મુદત પૂર્ણ થતા વહીવટદાર નિમાયા છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી ચાવડાની બદલી બાદ નવા ત્રણ અધિકારીઓ આ પંચાયત કચેરીમાં આવ્યા હાલમાં પરમાર ટીડીઓ તરીકે સેવા કાર્યરત હોવાનું રેકર્ડ પર જોવા મળે છે.

તેવીજ રીતે ઊના તાલુકા પંચાયતના વેબ પેજમાં પ્રમુખ પદે પુષ્પાબેન હરીભાઇ ઝણકાટ અને તાલુકા વિકાસ અધિકારી એ ડી ચાવડાની વિગત બતાવે છે. પરંતુ જુન 2018માં પુષ્પાબેન હરીભાઇ ઝણકાટની મુદત પૂર્ણ થયા બાદ નવા પ્રમુખપદે વીરાભાઇ સોલંકી ચુંટાયા હતા. અને તેમણે પણ અઢી વર્ષનું સાશન પૂર્ણ કરી લીધુ છે.

તેમજ તાલુકા વિકાસ અધિકારી એ ડી ચાવડાની બદલી થયા બાદ તે ગીરગઢડા મુકાયા હતા. અને ત્યાથી કેશોદ તાલાં બદલી થયેલ અને ત્યાર બાદ ઊના તાલુકામાં અનેક ચાર્જમાં ટીડીઓ બદલી ગયા હતા. આમ પાંચ વર્ષથી તાલુકા વિકાસ અધિકારી ચાર્જમાં આવતા જતાં રરહ્યા હોવા છતાં સરકારરી જીલ્લા પંચાયત વેબપેજ ડિજીટલ યુગમાં નહી પરંતુ પણ રજવાડી રારજ તરફ ચાલતી હોય તેવો વહીવટી તંત્રમાં છબરડાઓ ઓન લાઇન જોવા મળી રહ્યા છે.
ધાર્મિક સ્થળોના તાલુકાના નામો પણ ખોટા
ઉના તાલુકા વિશેની માહીતીમાં તાલુકા ફેરફાર થયા બાદ ગીરગઢઢડા તાલુકામાં આવેલ ધાર્મિક સ્થળ દ્રોણ (દ્રોણેશ્વર મહાદેવ) દર્શાવેલ છે. તે પહેલા ઊનાનમાં આવતો હતો પરંતુ 2014 માં તાલુકો નવો બની ગયા પછી તે ગીરગઢડામાં ધાર્મિક સ્થળ આવતુ હોવા છતાં હજુ ઊનામાં બતાવેલ છે. ઊનાન તાલુકા પંથકથી જામવાળા 40 કિમી દૂર થાઇ છે. તેને 12 કિ. અંતરમામં બતાવેલ છે. આ ઉપરાંત તુલસી શ્યામ મંદિર ઊનાથી 30 કિ.મી. દૂર છે. પરંતુ તેને 2014 વર્ષ બાદ હજુ સુધી ગીરગઢડાના નકશા અને વેબ પોટલ પર દર્શશાવવામાં વેલ નથી.
ઉના તાલુના 132 ગામડા ત્રણ લાની વસ્તી
ઉના અને ગીરગઢડા તાલુકો 2014 સુધી એકજ ગણાતો પરંતુ સાત વર્ષ જેવા લાંબા સમયથી ઉના અને ગીરગઢડા વચ્ચેનું વિભાજન કરાયેલ અને તેમાં ઊના તાલુકામાં 77 ગામડા આવે છે. જ્યારે ગીરગઢડામા 65 ગામો ગયેલ હોય આમ ગામડા અને વસ્તી વચ્ચે આંકડા વિભાજન થવા જોઇએ. તે આજ દિવસ સસુધી કરાયા નથી.
હજુ પણ આ વેબસાઇડ પેજમાં ઉના 132 ગામડા અને તેની વસ્તી 3,30,308 દર્શાવેલ છે. તે વાસ્તવિક રીતે બન્ને તાલુકાનું વિભાજન જોતા માહીતી ખોટી બતાવાયેલ છે. આ ઉપરાંત કર્મચારીની વિગતો અને નિવૃત થયેલા અધિકારી ઓના નામો પણ હજુ આ સરકારી વેબસાઇડ પર જોવા મળી રહ્યા છે.
આમ સરકારનું ડિજીટલ વેબ પોટલમાં મુકાયેલ માહીતી તદન ખોટી અને વિસંગતા ભરી હોય જીલ્લા કક્ષાના અધિકારીઓ નિયમીત આ વેબપેજ જોતા હોવા છતાં આ છબરડા લાંબા વર્ષ પછી પણ કેમ દૂર કરાયા નથી. આ માહીતીની વિસંગતા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ થશે ખરી ?
