આજે વર્ષ 2021નો પહેલો દિવસ છે અને નવા વર્ષમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ખેડૂત આંદોલનનો તે 37 મો દિવસ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે હજી સુધી કોઈ સંપૂર્ણ સમજૂતી થઈ નથી. ખેડૂતોએ નિર્ણય લીધો છે કે,જ્યાં સુધી સરકાર કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી તેઓ નવા વર્ષની ઉજવણી નહીં કરે.
આ વચ્ચે આજે ખેડૂત સંગઠનોની અગત્યની બેઠક યોજાશે.આ બેઠકમાં ચાર જાન્યઆરીએ સરકારની સાથે થનારી બેઠક પર મંથન કરવામાં આવશે. સિંધુ બોર્ડર પર 80 ખેડૂત સંગઠનોની આ બેઠક બપોરે 2 વાગ્યે યોજાશે. આ પહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સાતમા તબક્કાની વાતચીતમાં પૂર્ણ સમાધાન આવ્યું નહતું પરંતુ વિવાદોના બે મુદ્દાઓ પર સહમતિ બની હતી. ચાર જાન્યુઆરીએ આઠમાં રાઉન્ડની બેઠક નક્કી કરવામાં આવી છે. આ બેઠક પહેલા ખેડૂતો આગણની રણનીતિ તૈયાર કરશે.
કડકડતી ઠંડી અને ઘટી રહેવા તાપમાનની સાથે કોરોનાના ખતરા વચ્ચે 26 નવેમ્બરથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર ઊભા છે. પરંતુ ખેડૂતો અને સરકારની વચ્ચે અત્યાર સુધીમાં આ મામલે કોઈ સહમતી બની નથી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ખેડૂતો સિંધુ,ટિકરી,પલવલ,ગાઝીપુર સહિત ઘણી બોર્ડર અડગ છે. આ આંદોલનને કારણે દિલ્હીની ઘણી બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સરકાર અને ખેડૂતોની વચ્ચે અત્યાર સુદીમાં સાતમાં તબક્કાની વાતચીત થઈ ચુકી છે,પરંતુ તમામ પ્રયત્નો નાકામ રહ્યા છે.ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે હટાવવા માંગે છે. તો સરકાર કાયદાને હટાવવાને બદલે સંશોધન કરવાની વાત કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદો રદ કરવા અને ન્યુનતમ સમર્થન મૂલ્ય (MSP)ની ગેરન્ટી આપવાની માંગથી નીચે આવવા તૈયાર નથી.
